Home National Bjp Mla Raju Kumar Singh 4 Years Jail Celebratory Firing Case

બિહારના BJP ધારાસભ્ય રાજુ કુમાર સિંહને 4 વર્ષની જેલ : હર્ષ ફાયરિંગ કેસમાં દિલ્હી કોર્ટે ફટકારી સજા

હર્ષ ફાયરિંગ કેસમાં સજા પામેલા BJP ધારાસભ્ય રાજુ કુમાર સિંહ
Published by: OBS Bureau
Last Updated: Jul 04, 2026, 05:44 PM IST

Delhi News: રાજુ કુમાર સિંહને હર્ષ ફાયરિંગના કેસમાં દિલ્હી જિલ્લા કોર્ટએ 4 વર્ષની જેલની સજા ફટકારી છે. કોર્ટના ચુકાદા બાદ બિહારની રાજનીતિમાં આ મામલો ચર્ચાનો વિષય બન્યો છે. તેઓ હાલમાં બિહારના મુઝફ્ફરપુર જિલ્લાના સાહેબગંજ વિધાનસભા બેઠક પરથી ભાજપના ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા છે.

આ કેસ લગ્ન સમારોહ દરમિયાન થયેલા હર્ષ ફાયરિંગ સાથે જોડાયેલો છે. સુનાવણી દરમિયાન કોર્ટને રજૂ કરાયેલા પુરાવા અને સાક્ષીઓના આધારે રાજુ કુમાર સિંહને દોષિત ઠેરવવામાં આવ્યા હતા. ત્યારબાદ કોર્ટે તેમને 4 વર્ષની સજા અને 25 લાખનો દંડ પણ ફટકાર્યો છે.

કાયદા મુજબ બે વર્ષથી વધુ સજાના કેસમાં ધારાસભ્યનું સભ્યપદ પણ અસરગ્રસ્ત થઈ શકે છે. જોકે, અંતિમ કાનૂની સ્થિતિ અપીલ અને સંબંધિત પ્રક્રિયા પર નિર્ભર રહેશે.

હર્ષ ફાયરિંગ જેવી ઘટનાઓને રોકવા માટે અદાલતો વારંવાર કડક વલણ અપનાવી રહી છે. આ ચુકાદો પણ જાહેર સ્થળોએ બેદરકારીભર્યા હથિયારના ઉપયોગ સામે મહત્વપૂર્ણ સંદેશ તરીકે જોવામાં આવી રહ્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now