Home International Bjp Leader Advani Admitted To Hospital In Delhi

અડવાણીને હોસ્પિટલ ખસેડાયા : અડવાણીને રૂટિન ચેકઅપ માટે દિલ્લીની એપોલો હોસ્પિટલમાં લવાયા

અડવાણીને હોસ્પિટલ ખસેડાયા
Published by: OBS Bureau
Last Updated: Dec 14, 2024, 05:42 AM IST

ભાજપના દિગ્ગજ નેતા અને દેશના પૂર્વ ગૃહમંત્રી લાલકૃષ્ણ અડવાણીની તબિયત બગડી હોવાના સમાચાર સામે આવ્યા બાદ તેમને દિલ્લીની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં તેમની સ્થિતિ સ્થિર હોવાની માહિતી સામે આવી છે. છેલ્લા 2 સપ્તાહથી અડવાણીની તબિયત સારી ન હોવાનું તેમના પરિવારજનોએ જણાવ્યું. જો કે હોસ્પિટલ લવાયા બાદ તબીબોઓ અડવાણીનું રૂટિન ચેકઅપ હોવાનો દાવો કર્યો.


અડવાણીની અગાઉ જૂલાઇ મહિનામાં તબિયત બગડી હતી. જૂલાઇ માસમાં તેમને ઇમજન્સી વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતા.  26 જૂને રાત્રે તેમને દિલ્લીની એઇમ્સ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમની તબિયત સ્થિર થતાં તેમને ડિસ્ચાર્જ અપાયો હતો. યુરોલોજી વિભાગમાં તેમનો ઉપચાર કરાયા બાદ તેમની સ્થિતિમાં સુધારો જોવા મળ્યો. 

અડવાણીએ અટલ બિહારની વાજપેયીની સરકારમાં વર્ષ 1999થી 2005 સુધી ગૃહમંત્રી અને અને ઉપપ્રધાનમંત્રીનું પદ સંભાળ્યું હતું. એટલું જ નહીં તેમને વર્ષ 2009માં ભાજપના પ્રધાનમંત્રી પદના ઉમેદવાર પણ બનાવવામાં આવ્યા હતા. રામજન્મભૂમિ આંદોલનમાં તેમની સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા રહી હતી. ભારતના રાજકારણની દિશા બદલનાર નેતા તરીકે આજે ભાજપમાં લાલકૃષ્ણ અડવાણી એક દિગ્ગજ નેતા તરીકે નામના પામ્યા છે. 





joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
શું વિશ્વભરમાં ઇન્ટરનેટ બંધ થઈ જશે?
Russian Military Plane Crash
દીપડા પણ જેનાથી ડરે છે! જાણો આ અનોખા પ્રાણી વિશે
અમેરિકા એકલું પડ્યું!
ઇઝરાયલમાં પેલેસ્ટાઈની ગુનેગારોને હવે સીધી મોતની સજા
Play Video