ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધી રહ્યો છે. આ વચ્ચે ભાજપે અમદાવાદ જિલ્લામાં પોતાની બીજી યાદી જાહેર કરીને ચૂંટણી તૈયારીઓમાં વધુ તેજી લાવી છે. ખાસ કરીને આ યાદીમાં લઘુમતી ઉમેદવારોને આપવામાં આવેલી ટિકિટને કારણે રાજકીય ચર્ચાઓનું કેન્દ્ર બની ગયું છે.
ભાજપની બીજી યાદી જાહેર: ક્યાં કેટલા ઉમેદવારો?
10 એપ્રિલ 2026ના રોજ ભાજપે અમદાવાદ જિલ્લાના વિવિધ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આ યાદી મુજબ વિરમગામ અને ધોળકા નગરપાલિકા માટે કુલ 72 ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. જુઓ લિસ્ટ...









આ પણ વાંચો:
આ યાદીમાં વિરમગામ, ધોલેરા, બાવળા, માંડલ, ધંધુકા, ધોળકા, દસક્રોઈ, દેત્રોજ અને સાણંદ તાલુકા પંચાયતો માટે ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. આથી સ્પષ્ટ થાય છે કે ભાજપે જિલ્લા સ્તરે સંપૂર્ણ તૈયારી સાથે ચૂંટણીમાં ઉતરવાનો નિર્ણય લીધો છે.






