Home Gujarat Bitcoin Scam Case 14 Accused Including Nalin Kotadiya Found Guilty

Bitcoin કૌભાંડ કેસ : નલિન કોટડીયા, પૂર્વ IPS જગદીશ પટેલ સહિત 14 આરોપી દોષિત

Bitcoin કૌભાંડ કેસ
Play Video
Published by: OBS Bureau
Last Updated: Aug 29, 2025, 11:32 AM IST

વર્ષ 2018ના બીટકોઈન કૌભાંડ કેસમાં ભાજપ ના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડીયા સહિત અન્યોને સિટી સેશન્સ કોર્ટે ચુકાદો સંભાળાવ્યો છે, જે મુજબ પૂર્વ MLA નલિન કોટડીયા અને પૂર્વ IPS જગદીશ પટેલ સહિત 14 આરોપીને દોષિત જાહેર કર્યા છે.

14 લોકોની ધરપકડ થઈ હતી

શૈલેષ ભટ્ટના અપહરણ અને ખંડણીના આ કેસમાં હવે સિટી સેશન્સ કોર્ટે ચુકાદો આપ્યો છે. આ કેસમાં પૂર્વ BJP MLA નલિન કોટડીયા તેમજ તત્કાલિન અમરેલી જિલ્લા પોલીસ વડા જગદીશ પટેલ, તત્કાલીન અમરેલી LCB પીઆઈ અનંત પટેલ, CBI ઈન્સ્પેક્ટર સુનિલ નાયર, કિરીટ પાલડીયા, વકીલ કેતન પટેલ તેમજ પોલીસ કર્મચારીઓ સહિત 14 લોકોની ધરપકડ થઈ હતી.

બિટકોઈન કેસમાં કોણ-કોણ દોષિત?

ભાજપના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા

વકીલ કેતન પટેલ

તત્કાલિન પીઆઈ અનંત પટેલ

તત્કાલિન એસપી જગદિશ પટેલ

સહિત કુલ 14 દોષિત જાહેર

આરોપી ઉપર લાગેલી કલમો

IPC કલમો

364(A), 342, 365, 384, 166, 120B, 506(2), 504, 323, 201, 167, 119

પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ

7,13(A)(1), 13(3)(2)(1), (D)(1),15

જાણો સમગ્ર કેસ

સુરતમાં બિટકોઈનનો વેપાર કરતા શૈલેષ ભટ્ટને ગાંધીનગરની સીબીઆઇ કચેરીથી ફોન આવ્યો હતો. જેમાં બિટકોઈન મામલે ફરિયાદ ન નોંધવાની ધમકી આપવામાં આવી હતી. જે બાદમાં બિલ્ડરને એક હોટલમાં બોલાવી 5 કરોડ રૂપિયાનો તોડ કરવામાં આવ્યાનો આરોપ હતો. જે બાદ એક દિવસ એક પેટ્રોલ પંપ પરથી શૈલેષ ભટ્ટનું અપહરણ કરવામાં આવ્યું હતું. ફરિયાદની વિગતો મુજબ અપહરણકારો શૈલેષ ભટ્ટને ફાર્મમાં લઇ ગયા અને માર માર્યો હતો, જે સમગ્ર બાબતનો આરોપ તત્કાલિકન અમરેલી એલસીબીના પીઆઈ અનંત પટેલ પર લાગ્યો હતો. જેમણે ધમકાવીને રૂપિયા 12 કરોડના બિટકોઈન તેમના ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધા હતા, સાથે જ અનંત પેટેલે રૂ. 50 કરોડની માગણી કરી હતી. જે બાદ આંગડિયા પેઢી મારફતે રૂપિયા 32 કરોડ મંગાવાનું કહેતા શૈલેષ ભટ્ટનો છૂટકારો થયો હતો. જે બાદ શૈલેષ ભટ્ટે સમગ્ર મામલે ગૃહખાતામાં લેખિતમાં ફરિયાદ કરી હતી.

શૈલેષ ભટ્ટએ લોકોના પૈસા દાબ્યા હતા અને તેની પાસેથી પોલીસે..

ભારતમાં નોટ બંધી બાદ લોકોએ ક્રિપ્ટો કરન્સીમાં રૂપિયા રોકવાનું શરૂ કર્યું હતું. ત્યારે સુરતમાં બીટ કનેક્ટ નામની કંપનીએ ક્રિપ્ટો કરન્સીમાં લોકોએ રૂપિયાનું રોકાણ તે સમયે શરૂ કર્યું હતું. તે પૈકી બિલ્ડર શૈલેષ ભટ્ટે પણ પોતાની કમાણી તેની અંદર રોકી હતી પરંતુ આ કંપનીએ તાળા મારી દીધા હતા અને લોકોના પૈસા ડૂબ્યા હતા. જેને લઈને શૈલેષ ભટ્ટે પોતાના મળતિયાઓને સાથે રાખીને બીટ કનેક્ટ લિમિટેડના કર્મચારી અને હોદ્દેદારનું અપહરણ કર્યું હતું અને તેમની પાસેથી બીટકોઈન, લાઈટ કોઈન તેમજ કરોડો રૂપિયા પડાવી લીધા હતા. તે સમયે કેટલાક પોલીસ અધિકારીઓએ શૈલેષ ભટ્ટને પકડીને તેની પાસેથી પણ તોડ કર્યો હોવાનું અને તેમાં પૂર્વ MLAનું નામ પણ તે સમયે ગાજ્યું હતું.

176 બિટકોઇન પડાવી લેવામાં આવ્યા હતા

શૈલેષ ભટ્ટે બીટ કનેક્ટ કંપનીમાં આશરે 1.14 કરોડ રૂપિયા ડૂબી જતા તેને પ્લાન બનાવીને કંપનીના હોદ્દેદારો અને કર્મચારીઓનું અપહરણ કરીને બીટકોઈન, લાઈટ કોઈન તેમજ રોકડા રૂપિયા પડાવ્યા હતા. શૈલેષ ભટ્ટે તે સમયના અમરેલીના SP જગદીશ પટેલ અને કેટલાક પોલીસ ઓફિસરો સામે ફરિયાદ નોંધાવેલી. જેમાં તેને જણાવ્યું હતું કે તેનું કિડનેપ કરીને તેની પાસેથી 176 બિટકોઇન પડાવી લેવામાં આવ્યા હતા. શૈલેષ ભટ્ટે બીજી ફરિયાદ CBIના પોલીસ ઇન્સ્પેક્ટર સુનિલકુમાર વિરુદ્ધ કરી હતી. જેને અરજદારને ED અને આઈકર વિભાગની બીક બતાવીને દસ કરોડ રૂપિયાની લાંચ માગી હતી. જેની ડીલ 05 કરોડમાં નક્કી થઈ હતી અને 4.60 કરોડ ચૂકવવામાં આવ્યા હતા.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now