Bike Tips: શિયાળાના દિવસોમાં બાઈક સ્ટાર્ટ કરવી એક સામાન્ય સમસ્યા છે. ઠંડી હવામાનના કારણે એન્જિન ઓઈલ ઘટ્ટ થઈ જાય છે, બેટરીની ક્ષમતા ઘટે છે અને એન્જિનનો તાપમાન નીચે ઉતરી જાય છે. પરિણામે, ઘણી વાર કિક માર્યા પછી પણ બાઈક સ્ટાર્ટ થતી નથી. જો તમે પણ આવી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છો, તો ચિંતા કરવાની જરૂર નથી. અહીં કેટલીક સરળ અને કારગર ટ્રિક્સ આપવામાં આવી છે, જેને અજમાવશો તો તમારી બાઈક તરત જ સ્ટાર્ટ થઈ જશે.
1. કિક કરતી વખતે થોડું એક્સિલરેટર આપો-
શિયાળામાં સ્ટાર્ટ કરતી વખતે થોડું એક્સિલરેટર આપવાથી એન્જિનમાં ઇંધણ–હવાનું મિશ્રણ યોગ્ય પ્રમાણમાં પહોંચે છે. આમ કરવાથી બાઇકને સ્ટાર્ટ થવામાં વધારે સહેલાઈ રહે છે. કિક સાથે હળવો એક્સિલરેટર આપવાથી બાઈકે ઝડપથી સ્ટાર્ટ લે છે.
2. ઇગ્નીશન વગર 2–3 વાર કિક કરો-
બાઈક સ્ટાર્ટ કરતા પહેલા તમે ઇગ્નીશન ઑફ રાખીને તેને 2–3 વાર ધીમેથી કિક કરો. આથી એન્જિનમાં તેલ સારી રીતે ફેરવે છે અને એન્જિન હળવું થાય છે. ત્યારબાદ બાઈક સ્ટાર્ટ કરવાની કોશિશ કરશો તો તે વધુ સરળતાથી ચાલુ થઈ જશે.
3. ચોકનો ઉપયોગ કરો-
ઠંડીમાં બાઇક સ્ટાર્ટ કરતી વખતે ચોકનો ઉપયોગ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. ચોક ખેંચવાથી એન્જિનમાં ઈંધણ અને હવાનું પ્રમાણ વધે છે, જે ઠંડું પડેલું એન્જિન ગરમ કરવામાં મદદરૂપ બને છે. પરિણામે, બાઈક સરળતાથી સ્ટાર્ટ થઈ જાય છે.
4. બેટરીની સ્થિતિ તપાસો-
શિયાળામાં બેટરી ખૂબ ઝડપથી ખાલી થાય છે. ખાસ કરીને સેલ્ફ-સ્ટાર્ટ બાઈક માટે બેટરી મજબૂત હોવી જરૂરી છે. જો બેટરી નબળી હોય તો તેને ચાર્જ કરાવો અથવા જરૂરી હોય તો નવી બેટરી લગાવો. ઘણી વાર સ્ટાર્ટની સમસ્યાનું મુખ્ય કારણ નબળી બેટરી જ હોય છે.
5. સિલિન્ડર અને એન્જિનનો ભાગ થોડો ગરમ કરો-
ઠંડા હવામાનમાં તમે એન્જિનની બહારના ભાગને હાથથી હળવો ગરમ કરી શકો છો. આમ કરવાથી એન્જિનની મેટલ બોડીનું તાપમાન થોડું વધે છે અને સ્ટાર્ટ કરતી વખતે એન્જિન ઝડપથી રિસ્પોન્સ આપે છે.
6. બાઈકને નિયમિત ચલાવતા રહો-
જો તમે બાઈકને નિયમિત ચલાવતા રહેશો તો એન્જિનમાં ગરમી જળવાઈ રહેશે અને ઠંડીમાં સ્ટાર્ટ કરવાની મુશ્કેલી નહીં પડે. લાંબા સમય સુધી બાઈકનો ઉપયોગ ન કરવાથી એન્જિન અને બેટરી બંને પર અસર પડે છે.
શિયાળામાં બાઈક સ્ટાર્ટ ન થવી સામાન્ય વાત છે, પરંતુ ઉપર જણાવેલી સરળ ટ્રિક્સથી તમે આ સમસ્યાનો ઉકેલ સરળતાથી મેળવી શકો છો. ચોકનો યોગ્ય ઉપયોગ, એન્જિનને પ્રી-હીટ કરવું, બેટરીની કાળજી અને નિયમિત રાઈડિંગ—આ બધું તમારી બાઈકને હંમેશાં તૈયાર રાખવામાં મદદરૂપ થશે.
(નોંધઃ અહીં ટ્રીક તરીકે આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી અને માન્યતાઓ પર આધારિત છે. કોઈપણ પ્રયોગ કરતા પહેલાં નિષ્ણાંતની સલાહ અચૂક લેવી. Offbeat Stories આ અંગેની પુષ્ટી કરતું નથી.)





















