Home International Bihar Voter List Row Election Commission Tejashvi Yadav Rjd Bangladeshi Nepal

"સૂત્ર કો હમ મૂત્ર સમજતે હૈ" ભાન ભૂલ્યાં લાલૂ ના લાલ, Video Viral : ચૂંટણી પહેલાં બિહારમાં 'બબાલ'! ઘૂસણખોરો મુદ્દે RJD નેતા તેજસ્વી યાદવે ચૂંટણી પંચ સામે ઉઠાવ્યાં સવાલ

"સૂત્ર કો હમ મૂત્ર સમજતે હૈ" ભાન ભૂલ્યાં લાલૂ ના લાલ,  Video Viral
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jul 13, 2025, 12:06 PM IST

Tejashvi Yadav: બિહારમાં ચૂંટણી પહેલાં રાજકીય માહોલ ગરમાયો છે. લાલૂ પ્રસાદ યાદવના પુત્ર અને RJD નેતા તેજસ્વી યાદવ ફરી એકવાર વિવાદિત નિવેદન આપીને ચર્ચામાં આવ્યાં છે. પત્રકાર પરિષદ દરમિયાન તેજસ્વી યાદવે આપત્તિજનક શબ્દનો પ્રયોગ કરી ફરી વિવાદમાં સપડાયા છે. આ બાબલ ત્યારે થઈ જ્યારે પત્રકારે બાંગ્લાદેશી ઘૂસણખોરો અંગે તેજસ્વી યાદવને સવાલ પૂછ્યો. જવાબ આપવાને બદલે તેજસ્વી યાદવ તો ચૂંટણી પંચને જ ભાંડવા લાગ્યાં. અને તેજસ્વી યાદવે તો ચૂંટણી પંચ સામે જ સવાલ ઉઠ્યાં.

બિહારમાં વોટર લિસ્ટ રિવ્યૂ એટલેકે,મતદાર ચકાસણી અભિયાન દરમિયાન આ વિવાદ થયો છે. બિહારમાંથી ઢગલાંબંધ બાંગ્લાદેશી, મ્યાનમાર અને નેપાળના ઘૂસણખોરો મળવા પર તેજસ્વી યાદવે વિવાદિત નિવેદન આપ્યું છે. ચૂંટણી પંચના સૂત્રને લઈને તેજસ્વી યાદવે વિવાદિત શબ્દનો ઉપયોગ કર્યો છે. તેજસ્વી યાદવે કહ્યુંકે,ચૂંટણી પંચના આ નિવેદનનો આધાર શું છે. શું ઘુસણખોરો અંગેના કોઈ પુરાવા રજૂ કરાયા છે? જો કોઈ સત્તાવાર પુરાવા રજુ નથી કરાયા તો આવી સૂત્રોના માધ્યમથી વહેતી થયેલી વાતને તેઓ માનતા નથી. અન્ય દેશોમાંથી આપણે ત્યાં આવીને ઘુસણખોરો રહે છે તેનો આધાર પુરાવો શું છે?


પત્રકાર પરિષદ દરમિયાન પત્રકારે તેજસ્વી યાદવને પૂછ્યુંકે, ચૂંટણી પંચે આપેલી જાણકારી મુજબ બિહારમાં વર્ષોથી રહેતાં વિદેશી ઘૂસણખોરો અને ખાસ કરીને બાંગ્લાદેશી નાગરિકો અંગે તમારું શું કહેવું છે. ત્યારે ગુસ્સે ભરાયેલાં તેજસ્વી યાદવે કહ્યુંકે, કોણ કહે છેકે, બિહારમાં વિદેશી ઘૂસણખોરો રહે છે. તેનો આધાર પુરાવો છું છે. પત્રકારે જવાબમાં કહ્યુંકે, ચૂનાવ આયોગના સૂત્રોના જણાવ્યાં મુજબ આ સ્થિતિ છે. ત્યારે ભાન ભુલેલાં તેજસ્વી યાદવે જણાવ્યુંકે, ચૂનાવ આયોગ કે “સૂત્ર કો હમ મૂત્ર સમજતે હૈ”. આ સૂત્રોનો કોઈ આધાર નથી. આ સૂત્ર તો મૂત્ર સમાન છે.

ઉલ્લેખનીય છેકે, બિહારમાં વિધાનસભા ચૂંટણી પહેલા શરૂ કરાયેલા મતદાર ચકાસણી અભિયાન (SIR)માં એક મોટો ખુલાસો થયો છે. ચૂંટણી પંચે કહ્યું છે કે બિહારની મતદાર યાદીમાં મોટી સંખ્યામાં વિદેશી નાગરિકોના નામ છે, જેમાં નેપાળ, મ્યાનમાર અને બાંગ્લાદેશના નાગરિકોનો સમાવેશ થાય છે. ડોર ટુ ડોર ચકાસણીમાં એ પણ ખુલાસો થયો છે કે આ વિદેશીઓ પાસે મતદાર કાર્ડ, આધાર કાર્ડ અને રેશન કાર્ડ પણ છે. ચૂંટણી પંચે કહ્યું છે કે, SIR નો હેતુ ગેરકાયદેસર મતદારોને મતદાર યાદીમાંથી દૂર કરવાનો છે. મતદાર ચકાસણીના નામે ચાલી રહેલા રાજકારણ વચ્ચે, આ હકીકતે રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચાવી દીધો છે કારણ કે કોંગ્રેસ સહિત મહાગઠબંધનના તમામ પક્ષો આ અભિયાનનો વિરોધ કરી રહ્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now