Home International Bihar News Rahul Gandhi Statement On Election Commission Of India During Bihar Band Voter Verification

"ચૂંટણી પંચ અમારા વોટની ચોરી કરી રહ્યું છે" : બિહારના પટનામાં રાહુલ ગાંધીએ સરકાર અને ચૂંટણી પંચ સામે કર્યા ગંભીર આક્ષેપો

"ચૂંટણી પંચ અમારા વોટની ચોરી કરી રહ્યું છે"
Published by: OBS Bureau
Last Updated: Jul 09, 2025, 11:40 AM IST

Bihar election: લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ પીએમ મોદી સરકાર અને ચૂંટણી પંચ પર ઘણા આક્ષેપો કર્યા છે . બિહારમાં ચુંટણીઆ આવવાની છે અને ત્યારે પટનામાં એક જનસભાને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું કે બિહાર ચૂંટણીમાં પણ મહારાષ્ટ્રની જેમ જ વોટ ચોરી કરવાની કોશિશ થઈ રહી છે. ગરીબોના હકને છીનવી લેવાની તૈયારીઓ ચાલી રહી છે પરંતુ અમે તંમને આવું કરવા દેવાના નથી. અમે બધા બિહારના લોકોનું ભવિષ્ય ખરાબ નહિ થવા દઈએ. ઇન્ડિયા ગઠબંધન બિહારની જનતા સાથે છે. રાહુલ ગાંધીએ બીજું શું કહ્યું ચાલો આગળ જાણીએ....

બિહારની બાજી સેટ કરવા રાહુલની રેલીઃ
રાહુલ ગાંધીએ કહ્યું કે, લોકસભાની ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં ઇન્ડિયા ગઠબંધન જીતીને આવ્યું, અને વિધાનસભાની ચુંટણમાં ખુબ જ ખરાબ રીતે પરાજય થયો. વધુમાં તેઓએ કહ્યું કે,તે સમયે અમે ચુપ રહ્યા અને કામ કરવાનું ચાલુ રાખ્યું. અમે તપાસ કરી તો જાણવા મળ્યું કે લોકસભા કરતા વિધાનસભામાં લોકોએ વધારે મતદાન કર્યું છે. આશ્ચર્યજનક છે કે ૧ કરોડ વોટમાં વધારો થયો. એક દિવસ માં ૪થિ ૫ હજાર વોટ રજીસ્ટર થયા. ગરીબોને તેમાંથી બાકાત રાખવામાં આવ્યા. જ્યારે અમે ચૂંટણી પંચને કહ્યું કે અમે તમારી મતદાન યાદી આપો, ત્યારે ચુંટણી પંચે કશું જ ન કહ્યું. કાયદા મુજબ તમારે અમને મતદાર યાદી અપાવી જોઈએ પરંતુ હજુ સુધી અમને મહારાષ્ટ્રની ચુંટણીની મતદાર યાદી મળી નથી.તેઓ સત્યને છુપાવા માંગે છે. અને આ જ રમત બિહારમાં પણ કરવા માંગે છે. હું બિહારના લોકોને જણાવવા માંગું છુ કે જેમ મહારાષ્ટ્રની ચૂંટણીમાં મતોની ચોરી કરાઈ તેવું બિહારમાં પણ કરવાની કવાયતો હાથ ધરાઈ રહી છે. આ તેમની ગરીબોના મત છીનવી લેવાની રીત છે. તેમને આ વાતની જાણ નથી કે આ બિહાર છે. અને બિહારના લોકો તેમણે પોતાનો અધિકાર છીનવા દેવાના નથી. બિહારના લોકો ડરવાના નથી.


ચૂંટણી પંચ પર લગાવ્યા મોટા આક્ષેપ:
રાહુલ ગાંધીએ આક્ષેપો કર્યા છે કે, ચૂંટણી અધિકારી ભાજપ અને આરએસએસ એજન્ટની જેમ વાત કરી રહ્યા છે. તેઓ તેમની જવાબદારીઓ ભૂલી ગયા છે. તેઓનું કામ બંધારણની રક્ષા કરવાનું છે. તમે તે ન ભૂલી જાઓ કે કાયદો તમારા ઉપર પણ લાગુ પડશે. કાયદો તમને છોડવાનો નથી. તમારું કામ ભારતના બંધારણની રક્ષા કરવાનું છે. તમારું કામ બિહારની જનતાના વોટની રક્ષા કરવાનું છે. પહેલા મુખ્ય ચૂંટણી કમિશ્નરની નિમણુક બધા રાજકીય પક્ષો અને સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ કરતા હતા, પરંતુ હવે ફક્ત ભાજપ જ તે નક્કી કરે છે. આ જ હકીકત છે. બિહારની લોકોને હું કેહવા માંગું છું કે, તમારા ફકત વોટ જ નહિ પણ તમારા ભવિષ્યની પણ ચોરી થયી રહી છે. પરંતુ ઇન્ડિયા ગઠબંધન તમારી સાથે ઉભું છે. અમે વોટની ચોરી નહિ થવા દઈએ.


joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
યુદ્ધ વચ્ચે US માં' No Kings Protest'
ટ્રમ્પની મોટી વ્યૂહરચના?
ઇરાન-અમેરિકા યુદ્ધમાં નવો વળાંક?
PM મોદીએ સાઉદીના ક્રાઉન પ્રિન્સ સાથે કરી વાત
યુદ્ધ વચ્ચે રાહતના સમાચાર