Home Sports Biggest Run Rain In Odi History Between Ind Vs Sa

IND અને SA વચ્ચે ODIમાં ઇતિહાસનો સૌથી મોટો રન વરસાદ! : તૂટ્યો 10 વર્ષ જૂનો રેકોર્ડ, વિરાટની ધમાકેદાર સદી સાથે ભારતની 17 રનથી જીત

IND અને SA વચ્ચે ODIમાં ઇતિહાસનો સૌથી મોટો રન વરસાદ!
Published by: OBS Bureau
Last Updated: Dec 01, 2025, 06:12 AM IST

IND vs SA 1st ODI: ભારતે દક્ષિણ આફ્રિકાને પ્રથમ વનડેમાં 17 રનથી હરાવી શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી. વિરાટ કોહલીની 135 રનની તોફાની સદી અને કુલદીપ યાદવની 4 વિકેટના કારણે ભારતે આ રોમાંચક મેચ જીતી.

મેચનો સંક્ષિપ્ત રિપોર્ટ

ભારતે પ્રથમ બેટિંગ કરી 50 ઓવરમાં 349/7 રન બનાવ્યા.

દક્ષિણ આફ્રિકા 50 ઓવરમાં 332/10 (છેલ્લી ઓવરમાં હાર્યું)

કુલ રન: 681 (ભારત-આફ્રિકા વચ્ચે ODIમાં સૌથી વધુ)

કુલ છગ્ગા: 28 (બંને ટીમો વચ્ચે નવો રેકોર્ડ)

10 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો

2015માં મુંબઈના વાનખેડેમાં રમાયેલી મેચમાં કુલ 662 રન (SA 438/4, IND 224) અને 25 છગ્ગા થયા હતા. આજે 681 રન અને 28 છગ્ગાએ તે રેકોર્ડને 10 વર્ષ પછી તોડી નાખ્યો.

વિરાટ કોહલીનું શાનદાર પ્રદર્શન

120 બોલ, 135 રન

11 ચોગ્ગા, 7 છગ્ગા

આ સાથે વિરાટે ODIમાં 51મી સદી ફટકારી

પ્લેયર ઓફ ધ મેચ

ભારત તરફથી મહત્વના સ્કોર

રોહિત શર્મા: 57

કેએલ રાહુલ: 60

રવિન્દ્ર જાડેજા: 32

બોલિંગમાં ચમક્યા

કુલદીપ યાદવ: 4 વિકેટ

હર્ષિત રાણા: 3 વિકેટ

દક્ષિણ આફ્રિકા

મેથ્યુ બ્રિજટકે, માર્કો જેન્સન અને કોર્બિન બોશે અડધી સદી ફટકારી પરંતુ જીત ન મેળવી શક્યા. આ મેચમાં બેટ્સમેનોએ દીધું કે આજના ક્રિકેટમાં રનનો દરિયો થઈ શકે છે! શ્રેણી હવે 1-0થી ભારતની ઝોળીમાં.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now