Home Gujarat Big Statement By Aap Leaders Raju Karpada And Praveen Ram

"જેલ જવું તો શું, અમે તો ગોળીઓ ખાવા તૈયાર'' : AAP નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામનું મોટું નિવેદન

"જેલ જવું તો શું, અમે તો ગોળીઓ ખાવા તૈયાર''
Play Video
Published by: OBS Bureau
Last Updated: Oct 16, 2025, 11:17 AM IST

આમ આદમી પાર્ટીના આગેવા અને ખેડૂત આંદોલનના નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામ દ્વારા આંદોલન મામલે મોટું નિવેદન સામે આવ્યું છે. તે રાજ્યની રાજકીય હલચલમાં નવી જ તીવ્રતા લાવી રહ્યા છે.

''...ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન ચાલુ રાખીશું"

રાજુ કરપડાએ સ્પષ્ટ કહ્યું કે, “અમે જેલમાં જઈએ ત્યાર બાદ પણ આ આંદોલન અટકવાનું નથી. ખેડૂતો હવે આ લડતને આગળ ધપાવવાની જવાબદારી ઉઠાવવી પડશે.” તેમણે ઉમેર્યું કે, "જેલમાંથી બહાર આવ્યા પછી પણ અમે કળદા પ્રથા બંધ કરવા માટે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન ચાલુ રાખીશું"


''...અમારું મનોબળ તૂટશે નહીં"

તેમણે ખેડૂતોને સંદેશ આપ્યો કે, "આ હવે માત્ર અમારી લડાઈ નથી, આ આખા ગુજરાતના ખેડૂત સમુદાયની લડત છે. હવે જવાબદારી છે કે આપણે આ સંઘર્ષને દરેક ઘર સુધી લઈ જઈએ."આ જ સંદર્ભમાં પ્રવીણ રામએ કહ્યું કે, "હું અને રાજુ કરપડા જો જેલમાં જઈએ, તો પણ તમે લડાઈ છોડશો નહીં." તેમણે ઉમેર્યું કે, "અમે અનશન પર બેસવા જઈ રહ્યા છીએ, પણ પોલીસે અમને અનુમતિ આપશે નહીં તે સ્પષ્ટ છે. છતાં અમારું મનોબળ તૂટશે નહીં."


"જેલ જવું તો શું ?, અમે તો ગોળીઓ ખાવા તૈયાર''

પ્રવીણ રામે રાજુ કરપડાની વખાણ કરતા કહ્યું કે, "રાજુભાઈની આગેવાનીમાં એક સાચી ખેડૂત ક્રાંતિ ઊભી થઈ છે''. તેમણે જણાવ્યું કે, "જેલ જવું તો શું, અમે તો ગોળીઓ ખાવા માટે પણ તૈયાર છીએ, ખેડૂત હિતમાં કોઈ પગલાં પાછળ નહીં ખેંચીએ."

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now