Operation Akhal: ભારતમાં આતંકવાદી ગતિવિધિઓને રોકવા માટે ભારતીય સેનાએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લાના અખાલ વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું. આ અંગે માહિતી આપતા ચિનાર કોર્પ્સે ટ્વીટ કર્યું.
જેમાં કહેવામાં આવ્યું હતું કે સુરક્ષા દળોએ અત્યાર સુધીમાં એક આતંકવાદીને ઠાર માર્યો છે અને ઓપરેશન હજુ પણ ચાલુ છે. તમને જણાવી દઈએ કે SOG, જમ્મુ-કાશ્મીર પોલીસ, સેના અને CRPF સાથે મળીને આ ઓપરેશન ચલાવી રહ્યા છે.






