Home Gujarat Big Revelation About Rakshit Chaurasia He Had An Accident After Consuming Marijuana

વડોદરા: : રક્ષિત ચૌરસિયાને લઈને મોટો ખુલાસો, ગાંજો પીને કર્યો હતો અકસ્માત

વડોદરા:
Published by: OBS Bureau
Last Updated: Apr 04, 2025, 06:29 PM IST

વડોદરામાં રક્ષિત ચૌરસિયાને લઈને વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે. રક્ષિતે ગાંજો પી ને અકસ્માત કર્યો હોવાનું સામે આવ્યું છે. આ ઘટસ્ફોટ બાદ પોલીસે રક્ષિત ચૌરસિયા, પ્રાંશુ ચૌહાણ અને સુરેશ ભરવાડ સામે NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે.

મળતી માહિતી અનુસાર રક્ષિતે પુરપાટ ઝડપે ગાડી ચલાવીને 8 લોકોને અડફેટે લીધા હતા. આ ગંભીર અકસ્માતમાં એક મહિલાનું મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ પોલીસે રક્ષિત ચૌરસિયાના બ્લડ સેમ્પલ લઈને FSLમાં તપાસ માટે મોકલ્યા હતા. હવે આ કેસમાં એક ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. FSLના રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, રક્ષિત ચૌરસિયાએ અકસ્માત પહેલા ગાંજાનું સેવન કર્યું હતું. 

નોંધનીય છે કે, આ ઘટસ્ફોટ બાદ પોલીસે રક્ષિત ચૌરસિયા, પ્રાંશુ ચૌહાણ અને સુરેશ ભરવાડ વિરુદ્ધ નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો. આ ત્રણેય આરોપીઓ પર ગાંજાનું સેવન અને સપ્લાય કરવાનો આરોપ છે. ઉલ્લેખનીય છે કે, રક્ષિતે અકસ્માત કરી કારમાંથી બહાર આવ્યો હતો અને બૂમાબૂમ કરવા લાગ્યો હતો. આ અકસ્માતમાં તેણે 8 લોકોને અડફેટે લીધા હતા. 

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now