Home Gujarat Big Recruitment By Gspc Form Filling For 67 Posts Has Started Know The Last Date

GPSC દ્વારા મોટી ભરતી : 67 જગ્યાઓ માટે ફોર્મ ભરવાના શરૂ, જાણો છેલ્લી તારીખ

GPSC દ્વારા મોટી ભરતી
Play Video
Published by: OBS Bureau
Last Updated: Nov 29, 2025, 02:05 PM IST

રાજ્યમાં દિવ્યાંગ ઉમેદવારોને રોજગારના વધુ અવસર મળી રહે તે માટે ભરતી પ્રક્રિયાનો નવો તબક્કો શરૂ કરવામાં આવ્યો છે. GPSC દ્વારા કુલ 67 જેટલી જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. ભરતી કેલેન્ડર મુજબ જાહેરાત ક્રમાંક 52 થી 66, 67 થી 79, 80 થી 99 તેમજ 100 અને 101, આ તમામ જાહેરાતો ખાસ કરીને દિવ્યાંગ ઉમેદવારો માટે જાહેર કરવામાં આવી છે. અગાઉ 50 જેટલી જાહેરાતોનો પહેલો તબક્કો સફળતાપૂર્વક પૂર્ણ થઈ ચૂક્યો છે, જ્યારે હવે ખાલી રહેલી જગ્યાઓ માટે બીજો તબક્કો શરૂ કરવામાં આવ્યો છે.

ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 13 ડિસેમ્બર

દિવ્યાંગ ઉમેદવારો માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 13 ડિસેમ્બર નક્કી કરવામાં આવી છે, જ્યારે ફી ભરવાની અંતિમ સમયમર્યાદા 15 ડિસેમ્બરની રાત્રે 12 વાગ્યા સુધી છે. અત્યાર સુધી દિવ્યાંગોને માટે કુલ 111 ભરતી જાહેરાતો પ્રકાશિત કરવામાં આવી છે, જેમાંથી 57 ભરતી પ્રક્રિયાઓ પૂર્ણ થઈ ગઈ છે.

17 નવી જાહેરાતો

આજથી શરૂ થયેલી પ્રક્રિયામાં 17 નવી જાહેરાતોનો સમાવેશ થાય છે. દિવ્યાંગ ઉમેદવારો માટેની બાકીની તમામ જાહેરાતો પ્રથમ તબક્કાની ભરતી પૂર્ણ થયા બાદ જાહેર કરવામાં આવશે. સરકાર દ્વારા દિવ્યાંગ વર્ગને રોજગારના વિશેષ અવસર પુરા પાડવા માટે આ ભરતી પ્રક્રિયાને મહત્વપૂર્ણ પગલું ગણવામાં આવી રહ્યું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now