Home Sports Big Lapse In Ms Dhoni Security In Vadodara Biker Trio Chased Him Risking Their Lives

વડોદરામાં MS Dhoni ની સુરક્ષામાં મોટી ચૂક! : બાઇક ચાલક ત્રિપુટીએ જીવ જોખમમાં મૂકીને પીછો કર્યો!

વડોદરામાં MS Dhoni ની સુરક્ષામાં મોટી ચૂક!
Published by: OBS Bureau
Last Updated: Dec 03, 2025, 10:10 AM IST

Big lapse in MS Dhoni's security in Vadodara: ક્રિકેટની જગતના દિગ્ગજ ખેલાડી અને "Captain Cool" ના નામે જાણીતા MS Dhoni હાલમાં વડોદરાની Parul University માં એક ઈવેન્ટમાં હાજર રહ્યા હતા. ત્યાં આગળ તેમની સુરક્ષા વ્યવસ્થામાં એક મોટી ચૂક સામે આવી છે. એમ. એસ. ધોની, એન્કર મનીષ પોલ અને હાસ્ય કલાકાર કિકૂ શારદા આ ઈવેન્ટમાં હાજર હતા. પરંતુ કાર્યક્રમ પતાવીને પરત ફરતા સમયે બનેલી ઘટનાને લઈને સુરક્ષાના મોટા સવાલો ઉભા થઈ રહ્યા છે.

બેફામ સ્પીડે બાઇક દોડાવી, ધોનીની કારની બાજુમાં પહોંચ્યા યુવકો

મળેલી માહિતી અનુસાર, એમ. એસ ધોની યુનિવર્સિટીના કાર્યક્રમને પૂર્ણ કરીને પરત ફરી રહ્યો હતો. ત્યારે ત્રણ યુવકોએ પોતાનો જીવ શોખમમાં મૂકીને એમ. એસ ધોનીના કાફલાનો પીછો કર્યો હતો. બાઇક પર સવાર આ ત્રિપુટીએ બેફામ અને જોખમી સ્પીડ સાથે એમ. એસ. ધોનીના કાફલાની પાછળ પોતાની બાઇક દોડાવી હતી. તેઓ ન માત્ર કાફલાની નજીક પહોંચ્યા, પરંતુ ધોનીની કારની બરાબર બાજુમાં આવીને ઉભા રહી ગયા હતા. આ યુવકોએ ધોનીની કારની બાજુમાં આવીને 'ધોની ભાઈ, ધોની ભાઈ' ની બૂમો પાડી હતી.

ચાલુ બાઇકે વીડિયો બનાવ્યો

આશ્ચર્યજનક બાબત એ છે કે, આ જોખમી સ્ટંટ દરમિયાન આ ત્રિપુટીએ ચાલુ બાઈકે ધોનીનો વીડિયો બનાવ્યો હતો અને સાથે જ પોતાનો પણ વીડિયો બનાવ્યો હતો. ક્રિકેટર પ્રત્યેની આ ભક્તિએ યુવકોના જીવને જોખમમાં મૂકી દીધા હતા. "કોઈ અનિચ્છનીય ઘટના બની હોત તો જવાબદાર કોણ હોત?" તેવા ગંભીર સવાલો હવે લોકો ઉઠાવી રહ્યા છે.

ધોનીએ કારની લાઇટ બંધ કરી

સુરક્ષાની આ ચૂક અને ફેન્સના જોખમી વર્તન વચ્ચે ધોનીએ પણ સંયમ જાળવ્યો હતો. એમ. એસ ધોનીએ પોતાના ઉત્સાહી ફેન્સને હાથ બતાવીને અભિવાદન કર્યું હતું. ત્યારપછી, ધોનીએ પોતાના કારની લાઇટ બંધ કરી દીધી હતી.

પોલીસના કાફલા છતાં સુરક્ષામાં ચૂક

રિપોર્ટ્સ અનુસાર, ધોનીના કાફલાની આગળ અને પાછળ પોલીસની PCR વાન પણ દોડતી હતી. પોલીસની હાજરી હોવા છતાં, આ ત્રિપુટી આટલી સરળતાથી ધોનીની કાર સુધી કેવી રીતે પહોંચી શકે, તે એક મોટો સવાલ છે. સ્થાનિક વહીવટી તંત્ર અને સુરક્ષા એજન્સીઓ દ્વારા આ મામલે તાત્કાલિક તપાસ થવી જોઈએ, જેથી ભવિષ્યમાં આવી ગંભીર સુરક્ષાની ચૂક ટાળી શકાય.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now