જો તમે ફિક્સ્ડ ડિપોઝિટ (FD) કરવાનું વિચારી રહ્યા છો, તો તમને પહેલા જેટલું વ્યાજ નહીં મળે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા રેપો રેટમાં ઘટાડો કર્યા બાદ ઘણી બેંકોએ FD પરના વ્યાજ દરોમાં સુધારો કર્યો છે. સરકારી માલિકીની પંજાબ નેશનલ બેંક (PNB) એ રૂપિયા 3 કરોડથી ઓછીની FD પરના વ્યાજ દરોમાં ઘટાડો કર્યો છે.
ઘણી બેંકોએ કર્યા છે ફેરફારો
પંજાબ નેશનલ બેંક (PNB) પહેલા યસ બેંક, કેનેરા બેંક, કોટક મહિન્દ્રા બેંક, ઇક્વિટાસ અને શિવાલિક સ્મોલ ફાઇનાન્સ બેંકે પણ FD પરના વ્યાજ દરોમાં ફેરફાર કર્યો છે. અહેવાલ મુજબ સુધારા પછી પંજાબ નેશનલ બેંક સામાન્ય નાગરિકો માટે 7 દિવસથી 10 વર્ષ સુધીની FD પર 3.50% થી 7.10% સુધીના વ્યાજ દર ઓફર કરી રહી છે. જ્યારે 390 દિવસની FD પર સૌથી વધુ 7.10% વ્યાજ આપવામાં આવે છે.
શું છે નવા વ્યાજ દરો?
PNBએ તેના ફિક્સ્ડ ડિપોઝિટના વ્યાજ દરોમાં અનેક મુદત માટે સુધારો કર્યો છે. 300 દિવસની મુદત માટે વ્યાજ દર 7.05% થી ઘટાડીને 6.50% કરવામાં આવ્યો છે, જ્યારે 303 દિવસની મુદત માટે વ્યાજ દર હવે 7.00% થી ઘટાડીને 6.40% કરવામાં આવશે. 2 વર્ષથી 3 વર્ષની FD માટે વ્યાજ દર 7.00% થી ઘટાડીને 6.75% કરવામાં આવ્યો છે. 1204 દિવસના સમયગાળા માટે વ્યાજ દર હવે 6.40% ને બદલે 6.15% છે. જ્યારે, 1205 દિવસથી 5 વર્ષ સુધીના સમયગાળા માટે વ્યાજ દર 6.50% થી ઘટાડીને 6.25% કરવામાં આવ્યો છે.
વરિષ્ઠ નાગરિકની દરો
5 વર્ષથી વધુ એટલે કે 1894 દિવસની મુદતવાળી FD પર હવે 6.00%ના દરે વ્યાજ મળશે, જે પહેલા 6.50% હતું. રસપ્રદ વાત એ છે કે 1895 દિવસની મુદતવાળી થાપણો પર વ્યાજ દર 6.35% થી વધીને 5.85% થઈ ગયો છે. જ્યારે 1896 દિવસથી 10 વર્ષ સુધીની એફડી પર વ્યાજ દર 6.50% થી ઘટીને 6.00% થઈ ગયો છે. જ્યારે, બેંક વરિષ્ઠ નાગરિકોને 5 વર્ષ સુધીના સમયગાળા માટે 4.00% થી 7.60% સુધીના વ્યાજ દરો ઓફર કરે છે. જ્યારે સુપર વરિષ્ઠ નાગરિકો (80 વર્ષથી ઉપર) માટે વ્યાજ દરો 4.30% થી 7.90% છે.
8th Pay Commission: ગ્રેચ્યુઈટી 25 લાખથી વધારીને 75 લાખ કરાશે?: સેલરી-પેન્શનથી અલગ માત્ર માંગ જ નહીં, કેલ્ક્યુલેશન પણ સમજો






