ભૂપેન્દ્ર સરકારના નવા મંત્રીઓના શપથગ્રહણ બાદ જ કાર્યભાર સમૃદ્ધ બનાવવા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ નવા મંત્રીમંડળને જવાબદારીઓ (પોર્ટફોલિયો) વહેંચ્યા છે. તેમના નવા મંત્રીમંડળમાં જૂના અને નવા મંત્રીઓ બંનેને અલગ‑અલગ વિભાગ આપવામાં આવ્યા છે, જાણો કોણ કયાં વિભાગના મંત્રી બન્યા.
ભૂપેન્દ્ર પટેલ - મુખ્યમંત્રી
સામાન્ય વહીવટ, વહીવટી સુધારણા, તાલીમ અને આયોજન, બિન નિવાસી ગુજરાતી પ્રભાગ, મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન, માર્ગ અને મકાન અને પાટનગર યોજના, નર્મદા અને કલ્પસર, ખાણ અને ખનિજ, બંદરો, માહિતી અને પ્રસારણ, તમામ નીતિ વિષયક બાબતો અને અન્ય મંત્રીશ્રીઓને ન ફાળવેલ વિષયો
હર્ષ સંઘવી (નાયબ મુખ્યમંત્રી)
ગૃહ, કાયદો અને ન્યાય, રમત-ગમત અને યુવા
કનુ દેસાઈ (કેબિનેટ મંત્રી)
નાણા અને શહેરી વિકાસ
ઋષિકેશ પટેલ (કેબિનેટ મંત્રી)
ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ
કુંવરજી બાવળિયા (કેબિનેટ મંત્રી)
શ્રમ અને રોજગાર
અર્જુન મોઢ વાડિયા (કેબિનેટ મંત્રી)
વન અને પર્યાવરણ, સાયન્સ ટેક્નોલોજી
જીતુ વાઘાણી (કેબિનેટ મંત્રી)
કૃષિ અને સહકાર
રમણ સોલંકી (કેબિનેટ મંત્રી)
અન્ન અને નાગરિક પુરવઠો, ગ્રાહક સુરક્ષા
પ્રધુમન વાજા (કેબિનેટ મંત્રી)
સામાજિક ન્યાય તથા પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ
નરેશ પટેલ (કેબિનેટ મંત્રી)
આદિજાતિ વિકાસ
પ્રફુલ પાનશેરિયા રાજ્યકક્ષા (સ્વતંત્ર હવાલો)
આરોગ્ય
ઈશ્વરસિંહ પટેલ રાજ્યકક્ષા (સ્વતંત્ર હવાલો)
પાણી પુરવઠા અને જળ સંપત્તિ
મનીષા વકીલ (રાજ્યકક્ષા (સ્વતંત્ર હવાલો)
મહિલા અને બાળ વિકાસ
પરસોત્તમ સોલંકી (રાજ્યકક્ષા)
મત્સ્ય ઉદ્યોગ
રીવાબા જાડેજા (રાજ્યકક્ષા)
પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ
પી.સી. બરંડા (રાજ્યકક્ષા)
આદિજાતિ વિકાસ, અન્ન-નાગરિક પુરવઠો, ગ્રાહ ક બાબત
કાંતિ અમૃતિયા (રાજ્યકક્ષા)
શ્રમ અને રોજગાર
કૌશિક વેકરિયા (રાજ્યકક્ષા)
કાયદો અને ન્યાય, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ, સંસ દીય બાબતો
રમેશ કટારા (રાજ્યકક્ષા)
કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન
જયરામ ગામિત (રાજ્યકક્ષા)
રમતગમત, યુવા અને સાંસ્કૃતિક તથા નાગરિક ઉ ડ્ડયન
દર્શના વાઘેલા (રાજ્યકક્ષા)
શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ
પ્રવીણ માળી (રાજ્યકક્ષા)
વન અને પર્યાવરણ, ક્લાઈમેન્ટ ચેન્જ, વાહન-વ્ય વહાર
સંજયસિંહ મહીડા (રાજ્યકક્ષા)
મહેસૂલ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ગ્રામીણ વિકાસ
કમલેશ પટેલ (રાજ્યકક્ષા)
નાણાં, પોલીસ હાઉસિંગ, નશાબંધી-આબકારી
ત્રિકમ છાંગા (રાજ્યકક્ષા)
ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ
સ્વરૂપજી ઠાકોર (રાજ્યકક્ષા)
ખાદી અને ગ્રામોદ્યોગ






