Home Business Bhels Magic Maharatna Company Turned Rs 1 Lakh Investment Into Rs 87 Lakh Bonus Shares Made Investors Rich

મહારત્ન કંપનીએ રોકાણકારોને કર્યા માલામાલ! : રૂ.1 લાખના રોકાણ સામે આપ્યું લાખોનું રિટર્ન, જાણો બોનસ શેરની કમાલ

મહારત્ન કંપનીએ રોકાણકારોને કર્યા માલામાલ!
Published by: OBS Bureau
Last Updated: Mar 21, 2026, 04:46 AM IST

શેરબજારમાં લાંબા ગાળાનું રોકાણ હંમેશા ફળદાયી સાબિત થાય છે, અને તેનું ઉત્તમ ઉદાહરણ સરકારી મહારત્ન કંપની ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ (BHEL) એ પૂરું પાડ્યું છે. છેલ્લા ૨૫ વર્ષમાં આ કંપનીએ પોતાના શેરધારકોને એવું 'છપ્પરફાડ' રિટર્ન આપ્યું છે કે રોકાણકારોના નસીબ ખુલી ગયા છે. જે રોકાણકારોએ ધૈર્ય રાખીને કંપનીના શેરોમાં વિશ્વાસ મૂક્યો, તેમના માત્ર 1 લાખ રૂપિયાના રોકાણનું મૂલ્ય આજે 87 લાખ રૂપિયાથી પણ વધુ થઈ ગયું છે. ભેલના શેરમાં આ દમદાર પરફોર્મન્સ માત્ર શેરના ભાવ વધવાને કારણે જ નહીં, પરંતુ કંપની દ્વારા સમયાંતરે આપવામાં આવેલા બોનસ શેર અને સ્ટોક સ્પ્લિટને કારણે જોવા મળ્યું છે. 20 માર્ચ 2026ના રોજ કંપનીના શેર 261.90 રૂપિયા પર બંધ થયા હતા, જોકે આ વર્ષે શેરમાં 10% જેટલો ઘટાડો જોવા મળ્યો છે, તેમ છતાં લાંબા ગાળાના રોકાણકારો માટે તે સોનાની લગડી સાબિત થઈ છે.

₹1 લાખનું રોકાણ ₹87 લાખમાં કેવી રીતે ફેરવાયું?

જો આપણે ગણિત સમજીએ તો, 16 માર્ચ 2001ના રોજ BHEL ના એક શેરની કિંમત માત્ર 8.97 રૂપિયા હતી. જો કોઈ વ્યક્તિએ તે સમયે ૧ લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત, તો તેને અંદાજે 11,148 શેર મળ્યા હોત. ત્યારપછી કંપનીએ બે વાર બોનસ શેર જાહેર કર્યા હતા. આ બોનસ શેરને ગણતરીમાં લેતા શેરોની કુલ સંખ્યા વધીને 33,444 થઈ જાય છે. શુક્રવારના બંધ ભાવ (₹261.90) મુજબ આ 33,444શેરોનું વર્તમાન મૂલ્ય અંદાજે 87.58લાખ રૂપિયા થાય છે. નોંધનીય છે કે, આ ગણતરીમાં ડિવિડન્ડ અને સ્ટોક સ્પ્લિટના ફાયદાનો સમાવેશ કરવામાં આવ્યો નથી, જો તે ઉમેરવામાં આવે તો આ રકમ હજુ પણ વધી શકે છે.

બે વાર બોનસ શેરની ભેટ

BHEL કંપનીએ તેના ઈતિહાસમાં અત્યાર સુધીમાં બે વખત બોનસ શેર વહેંચ્યા છે, જેણે રોકાણકારોની સંપત્તિમાં અનેકગણો વધારો કર્યો છે:

(1)મે 2007: કંપનીએ 1:1 ના રેશિયોમાં બોનસ શેર આપ્યા હતા. એટલે કે દરેક 1 શેર પર 1 શેર મફત મળ્યો હતો.

(2) સપ્ટેમ્બર 2017: કંપનીએ 1:2 ના રેશિયોમાં બોનસ શેર આપ્યા. એટલે કે દરેક 2 શેર દીઠ 1 બોનસ શેર મળ્યો હતો.

સ્ટોક સ્પ્લિટથી શેરની સંખ્યા વધી

બોનસ ઉપરાંત, કંપનીએ ઓક્ટોબર 2011માં તેના શેરનું વિભાજન (Stock Split) પણ કર્યું હતું. કંપનીએ 10 રૂપિયાની ફેસ વેલ્યુ ધરાવતા એક શેરને 2-2 રૂપિયાની ફેસ વેલ્યુ ધરાવતા ૫ ટુકડામાં વહેંચ્યા હતા. આ પગલાથી બજારમાં શેરની લિક્વિડિટી વધી અને નાના રોકાણકારો માટે પણ શેર ખરીદવો સરળ બન્યો હતો.

માર્કેટ કેપ અને 52-સપ્તાહની સપાટી

શુક્રવાર, 20 માર્ચ 2026 સુધીમાં BHEL નું કુલ માર્કેટ કેપ (બજાર મૂડી) 91,195 કરોડ રૂપિયાને પાર કરી ગયું છે. કંપનીના શેરનો ૫૨ સપ્તાહનો હાઈ લેવલ 305.85 રૂપિયા છે, જ્યારે ૫૨ સપ્તાહનો લો લેવલ 193 રૂપિયા રહ્યો છે. ભલે ટૂંકા ગાળામાં શેરમાં વોલેટાલિટી જોવા મળતી હોય, પરંતુ સરકારી પ્રોજેક્ટ્સ અને એનર્જી સેક્ટરમાં કંપનીના મજબૂત પોર્ટફોલિયોને કારણે રોકાણકારો હજુ પણ આ શેર પર મજબૂત ભરોસો ધરાવે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now