Home Gujarat Bhavnagar Md Drugs Case 4 Accused Sentenced 20 Years Prison

MD ડ્રગ્સ કેસમાં ભાવનગર કોર્ટનો ઐતિહાસિક ચુકાદો : 4 આરોપીઓને 20 વર્ષની સજા, પરિવારજનોમાં આક્રંદ

આરોપીઓની છબી
Play Video
Image Credit: OBS bureau
Published by: Niraj Chokshi
Last Updated: Jun 01, 2026, 01:56 PM IST

ભાવનગર શહેરમાં વર્ષ 2024 દરમિયાન નોંધાયેલા MD ડ્રગ્સ કેસમાં જિલ્લા કોર્ટે મહત્વપૂર્ણ અને કડક ચુકાદો આપ્યો છે. વેળાવદર ભાલ પોલીસ મથક દ્વારા ઝડપી પાડવામાં આવેલા સાત આરોપીઓ સામે ચાલેલા કેસમાં કોર્ટે ચાર આરોપીઓને દોષિત ઠેરવી 20 વર્ષની કેદની સજા ફટકારી છે.

કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલ દ્વારા રજૂ કરવામાં આવેલા પુરાવા, સાક્ષીઓ અને દલીલોને ધ્યાનમાં રાખીને કોર્ટે આ ચુકાદો સંભળાવ્યો હતો. કોર્ટે ચાર આરોપીઓ સામે NDPS Act હેઠળ ગંભીર ગુનો સાબિત થતા કડક સજા ફટકારી છે.

3 આરોપીઓને નિર્દોષ જાહેર કરાયા

આ કેસમાં ઝડપાયેલા કુલ સાત આરોપીઓ પૈકી મુંબઈના ત્રણ શખ્સો સામે પૂરતા પુરાવા ન મળતા કોર્ટે તેમને નિર્દોષ જાહેર કર્યા છે. જ્યારે બાકીના ચાર આરોપીઓ વિરુદ્ધ ગુનો સાબિત થતાં તેમને 20 વર્ષની સખત કેદની સજા સંભળાવવામાં આવી છે.

આ પણ વાંચો: સુરતમાં કચરામાંથી મળ્યું 1 દિવસનું નવજાત શિશુ : CCTV તપાસમાં જે સામે આવ્યું એ જોઈ પોલીસ પણ ચકરાઈ ગઈ

ચુકાદા બાદ કોર્ટ પરિસરમાં ભારે ભીડ

કોર્ટનો ચુકાદો જાહેર થતાં જ આરોપીઓના પરિવારજનો મોટી સંખ્યામાં જિલ્લા કોર્ટ પરિસરમાં પહોંચી ગયા હતા. સજા જાહેર થતાં પરિવારજનોમાં આક્રંદ અને નિરાશાનું વાતાવરણ જોવા મળ્યું હતું. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે કોર્ટ પરિસરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: અમદાવાદ સિવિલ હોસ્પિટલનો વધુ એક ચમત્કાર : ‘બાયલેટરલ કોએનલ એટ્રેસિયા’ જેવી દુર્લભ બીમારીથી પીડાતી નવજાત બાળકીને મળ્યું નવજીવન

કડક પોલીસ સુરક્ષા વચ્ચે જેલ ખસેડાયા

ચુકાદા બાદ દોષિત ઠરાવાયેલા ચારેય આરોપીઓને કડક પોલીસ સુરક્ષા વચ્ચે કોર્ટમાંથી બહાર કાઢીને ભાવનગર જિલ્લા જેલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા વિશેષ તકેદારી રાખવામાં આવી હતી.

ડ્રગ્સ વિરોધી કાર્યવાહી માટે મહત્વનો સંદેશ

આ ચુકાદાને ડ્રગ્સના ગુનાઓ સામે કડક વલણના રૂપમાં જોવામાં આવી રહ્યો છે. કાયદાકીય નિષ્ણાતોના મતે, NDPS Act હેઠળ મળેલી 20 વર્ષની સજા રાજ્યમાં ડ્રગ્સના નેટવર્ક સામે કડક સંદેશ આપનારી સાબિત થશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now