Home Agriculture Betel Nut Farming Ritual Gutkha Income Production Farmer

સમૃદ્ધિ લાવશે સોપારીની ખેતી : એક વખત વાવણી 70 વર્ષ સુધી આવક! જાણો કેવી રીતે થાય છે ખેતી?

સમૃદ્ધિ લાવશે સોપારીની ખેતી
Published by: OBS Bureau
Last Updated: Jan 23, 2025, 05:30 AM IST

ધાર્મિક વિધિ, દવા અને પાન-મસાલા માટે વપરાતી સોપારીની ખેતી ખેડૂતોને સમૃદ્ધ બનાવી શકે છે. સમગ્ર વિશ્વમાં લગભગ 925 હજાર હેક્ટરમાં સોપારીની ખેતી થાય છે, સોપારીના કુલ ઉત્પાદનમાં એકલા ભારતનો હિસ્સો 50 ટકા છે. સોપારીની ખેતી કરીને ખેડૂતો લાંબા સમય સુધી નફો મેળવી શકે છે. સોપારીના ઝાડ નારિયેળ જેવા 50 થી 60 ફૂટ ઊંચા હોય છે, જે લગભગ 5-6 વર્ષમાં ફળ આપવાનું શરૂ કરે છે.
આ માટી ખેતી માટે યોગ્ય છે
સોપારીમાં ઘણા ઔષધીય ગુણો જોવા મળે છે. વધુ માગ અને તેના ગુણોને કારણે સોપારીની ખેતી ખેડૂતો માટે ખૂબ જ ફાયદાકારક છે. સોપારીની ખેતી કોઈપણ પ્રકારની માટીમાં કરી શકાય છે. જોકે દોમટ ચીકણી માટી તેના માટે ખૂબ જ ઉત્તમ માનવામાં આવે છે. એકવાર ઝાડ વાવ્યા પછી પાંચ કે આઠ વર્ષ પછી ફળ આવવાના ચાલુ થાય છે. જોકે એકવાર તેમાં ફળ આવવાના ચાલુ થાય એટલે અનેક દશકાઓ સુધી તેમાં ફળ આવતા જ રહે છે અને કમાણી થતી જ રહે છે.
કેટલો થાય છે નફો?
નારિયેળની જેમાં સોપારીના ઝાડ પણ 50થી 60 ફૂટ લાંબા હોય છે..બજારમાં સોપારીના એક કિલોના 400થી 700 રૂપિયા સુધીના ભાવ મળે છે...એક એકરમાં સોપારીની ખેતી કરી ખેડૂતો વર્ષે બંમ્પર આવક મેળવી શકે છે..સોપારીના કેટલા ઝાડ વાવ્યા છે તેના આધારે એક એકરમાં કરોડો રૂપિયા સુધીનો નફો થઈ શકે છે...સોપારીની ખેતીમાં 5થી 8 વર્ષના સમય વચ્ચે ઉત્પાદન મળે છે...પરંતુ એક વાર ઉત્પાદન ચાલુ થયા બાદ તેમાં 70 વર્ષ સુધી આવક મળતી રહે છે..

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now