Home Utilities Bengluru Software Engineer Offers To Work For Free After Failed Job Hunt

ગ્રેજ્યુએશન પછી 2 વર્ષથી શોધી રહ્યો છે નોકરી : હવે તો મફતમાં કામ કરવા છે તૈયાર

ગ્રેજ્યુએશન પછી 2 વર્ષથી શોધી રહ્યો છે નોકરી
Published by: OBS Bureau
Last Updated: Feb 18, 2025, 05:12 AM IST

ગ્રેજ્યુએશન પછી નોકરી શોધવી મુશ્કેલ હોય છે. કેટલાક લોકોને કેમ્પસમાં પ્લેસમેન્ટ મળે છે, પરંતુ કેટલાક લોકો માટે નોકરી શોધવી લોઢાના ચણા ચાવવા બરાબર થઈ જાય છે. બેંગાલુરુનો એક સોફ્ટવેર એન્જિનિયર પણ આવી જ તકલીફમાંથી પસાર થઈ રહ્યો છે. તેને બે વર્ષ નોકરી શોધ્યા પછી પણ નોકરી ના મળી, હવે તે મફતમાં કામ કરવા માટે પણ તૈયાર છે.

સોફ્ટવેર એન્જિનિયર 2 વર્ષથી નોકરી શોધી રહ્યો છે

બેંગાલુરુના એક સોફ્ટવેર એન્જિનિયરે સોશિયલ મીડિયા પર કામ માંગ્યું છે. તેણે કહ્યું કે તે લગભગ 2 વર્ષથી નોકરી શોધી રહ્યો છે, પરંતુ તેને ક્યાંય પણ ફૂલ ટાઈમ જોબ નથી મળી. રેડિટ પર પોતાનું રેઝ્યૂમ પોસ્ટ કરતાં તેણે કહ્યું કે તેઓ હવે મફતમાં કામ કરવા માટે પણ તૈયાર છે. એન્જિનિયરે કહ્યું કે તેણે 2023માં ઈન્ફોર્મેશન સાયન્સ અને એન્જિનિયરિંગમાં BEની ડિગ્રી હાંસલ કરી છે. તે પાયથોન, જાવા, દેવઓપ્સ, ક્લાઉડ કમ્પ્યુટિંગ અને મશીન લર્નિંગમાં એક્સપર્ટિઝ ધરાવે છે. આ ઉપરાંત, તેની પાસે વેબ ક્રોલર્સ બનાવવા, APIને એકીકૃત કરવા અને AI મોડેલ ડેવેલપ કરવાનો પણ થોડો અનુભવ છે.

વર્ક ફ્રોમ હોમ પ્રાથમિકતા
તેણે પોતાની પોસ્ટમાં કહ્યું કે તેને નોકરીની સખત જરૂર છે અને તે કામ શીખવા માટે પણ ઉત્સુક છે. તેણે કહ્યું કે તે ઘરેથી કામ કરવા ઈચ્છે કારણ કે કાકાનો અકસ્માત થયો છે, પરંતુ તેને નોકરી તો તે શહેર બદલવા પણ તૈયાર છે.

મદદ માટે આગળ આવ્યા લોકો
સોફ્ટવેર એન્જિનિયર માટે કેટલાક લોકો તેની મદદ માટે આગળ આવ્યા છે. તેમાંના કેટલાકે તેમનો રેઝ્યૂમ માંગ્યો છે, કેટલાકે કરિયર ગાઈડન્સ અને નોકરીની ખાતરી આપી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now