PM kisan samman nidhi yojna: પશ્ચિમ બંગાળના ચૂંટણી પરિણામો બાદ રાજકારણની સાથે સાથે ખેડૂતોને લઈને પણ નવી ચર્ચાઓ તેજ થઈ ગઈ છે. ભાજપની જીત બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું એ નિવેદન ફરી સુરખીઓમાં આવ્યું છે, જેમાં તેમણે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN)ની રકમ વધારવાની વાત કરી હતી. ચૂંટણી પ્રચાર દરમિયાન અમિત શાહે ખેડૂતોને વચન આપ્યું હતું કે જો બંગાળમાં ભાજપની સરકાર બનશે, તો પીએમ કિસાન યોજના હેઠળ મળતી વાર્ષિક રકમ ₹6,000 થી વધારીને ₹9,000 કરવામાં આવશે. હવે જ્યારે પરિણામો સામે આવી ચૂક્યા છે, ત્યારે ખેડૂતોમાં આ વચનને લઈને આશા અને ચર્ચા બંને વધી ગઈ છે.
PM કિસાનની રકમ વધશે તો મળશે મોટી રાહત
બંગાળમાં ભાજપની ભવ્ય જીત બાદ ખેડૂતો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે આ વધારો ક્યારે અમલમાં આવશે. અનેક ખેડૂતોનું માનવું છે કે વધતા ખર્ચ અને ખેતીમાં આવતા પડકારો વચ્ચે આ વધારાની સહાય તેમના માટે મોટી રાહત સાબિત થઈ શકે છે. ખાસ કરીને નાના અને સીમાંત ખેડૂતો માટે આ રકમ બિયારણ, ખાતર અને અન્ય જરૂરી ખર્ચાઓમાં મદદરૂપ થશે.
શું ભાજપ વધારશે PM કિસાનની રકમ?
વિશ્લેષકોનું માનવું છે કે આ પ્રકારના વચનો માત્ર આર્થિક રાહત પૂરતા મર્યાદિત નથી હોતા, પરંતુ તેની સીધી અસર ગ્રામીણ અર્થતંત્ર અને ખેડૂત વર્ગના વિશ્વાસ પર પણ પડે છે. હવે સૌની નજર એ વાત પર ટકેલી છે કે સરકાર આ જાહેરાતનો અમલ ક્યારે અને કેવી રીતે કરે છે. હાલમાં બંગાળના ખેડૂતોમાં એક નવી આશા જાગી છે. જો આ વચન પૂરું થશે તો ખેડૂતોની આર્થિક સ્થિતિ મજબૂત થશે અને કેન્દ્ર તેમજ રાજ્યની નીતિઓ પર તેમનો વિશ્વાસ વધુ દ્રઢ થશે.
અમિત શાહે શું વચન આપ્યું હતું?
અમિત શાહે ચૂંટણી પ્રચારમાં જણાવ્યું હતું કે જો ભાજપ બંગાળમાં જીતશે તો અમે પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં રાજ્ય તરફથી વધારાના ₹3,000 ઉમેરીશું અને ખેડૂતોને વાર્ષિક ₹9,000 ની નાણાકીય સહાય આપીશું. અમે એક એવી યોજના શરૂ કરીશું જેથી ડાંગર, બટાકા અને કેરી પકવતા ખેડૂતોને તેમની ઉપજના યોગ્ય ભાવ મળે તે સુનિશ્ચિત કરી શકાય."
આ Peny Stock એ રોકાણકારોને ચોંકાવ્યા : ટૂંકાગાળામાં આપ્યું બમ્પર રિટર્ન, કિંમત તો ₹ 20 થી પણ ઓછી!
3,100 પ્રતિ ક્વિન્ટલના ભાવે ડાંગરની ખરીદી
આ ઉપરાંત તેમણે જાહેરાત કરી હતી કે બંગાળમાં ભાજપ સરકાર દરેક ખેડૂતની 100% ડાંગર ₹3,100 પ્રતિ ક્વિન્ટલના ભાવે ખરીદશે. જેનાથી ખેડૂતોને તેમનો પાક ઓછા ભાવે વેચવા માટે મજબૂર થવું નહીં પડે. મહિલા સશક્તિકરણ અંગે વાત કરતા તેમણે કહ્યું હતું કે મહિલાઓને દર મહિને ₹3,000 આપવામાં આવશે અને સરકારી નોકરીઓ તેમજ પોલીસ દળમાં 33% અનામત આપવામાં આવશે. તેમજ 75 લાખ 'લખપતિ દીદી' બનાવીને મહિલાઓને આર્થિક રીતે સશક્ત કરવામાં આવશે.
બટાકા પકવતા ખેડૂતો માટે PM મોદીનું સંબોધન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણી પ્રચાર દરમિયાન તૃણમૂલ કોંગ્રેસ (TMC) પર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે TMC સરકાર બટાકાની ખેતીને બરબાદ કરી રહી છે, જેના કારણે ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે જો અહીં પીએમ ફસલ વીમા યોજના લાગુ હોત, તો પાક નિષ્ફળ જવા પર ખેડૂતોને વળતર મળ્યું હોત. પરંતુ આ યોજનામાં 'PM' શબ્દ જોડાયેલો હોવાથી અહીંના મુખ્યમંત્રી નારાજ થઈ જાય છે.
નોંધનીય છે કે, પશ્ચિમ બંગાળમાં ભાજપ 194 બેઠકો પર આગળ રહીને પ્રચંડ જીત તરફ વધ્યું છે, જ્યારે 15 વર્ષથી સત્તામાં રહેલી મમતા બેનર્જીની TMC 94 બેઠકો પર સમેટાઈ ગઈ છે. હવે જોવાનું એ રહેશે કે આ પ્રચંડ બહુમતી બાદ બંગાળના ખેડૂતોનું નસીબ કેટલું બદલાય છે.





