Home Gujarat Before The Assembly Session Gopal Italia Appealed To Send His Issues To The Email Id

વિધાનસભા સત્ર પહેલાં ગોપાલ ઇટાલિયાની અનોખી અપીલ : જનતાને આપ્યું ખુલ્લું આમંત્રણ, કહ્યું- આવતા 3 દિવસમાં મોકલો સૂચનો!

વિધાનસભા સત્ર પહેલાં ગોપાલ ઇટાલિયાની અનોખી અપીલ
Published by: OBS Bureau
Last Updated: Jan 20, 2026, 11:45 AM IST

અમદાવાદ: ગુજરાત વિધાનસભાનું શિયાળુ સત્ર 16 ફેબ્રુઆરીથી શરૂ થવા જઈ રહ્યું છે. આ સત્ર પહેલાં વિસાવદરના ધારાસભ્ય અને આમ આદમી પાર્ટીના પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ પોતાના મતવિસ્તારના તેમજ જૂનાગઢ, ભેંસાણ અને આસપાસના વિસ્તારોના લોકોને એક અનોખી અપીલ કરી છે. તેમણે જનતાને સીધા સંપર્કમાં આવવા અને પોતાના વિસ્તારની સમસ્યાઓ, સૂચનો, રજૂઆતો અને મુદ્દાઓ ઈમેલ દ્વારા મોકલવા વિનંતી કરી છે. ગોપાલ ઇટાલિયાએ વીડિયો સંદેશમાં તમારા દ્વારા મોકલવામાં આવેલા દરેક મુદ્દા પર હું અભ્યાસ કરીશ અને જે વિષયો ગુજરાતના કરોડો લોકોને લાગુ પડતા હશે, તેને વિધાનસભામાં ઉઠાવવા પૂરતો પ્રયત્ન કરીશ. તેમ જણાવ્યું હતું.

ઈમેલ પર મોકલો સૂચનો:

ગોપાલ ઇટાલિયાએ જનતાને સરળતાથી સંપર્ક કરવા માટે ઈમેલ આઈડી આપી છે:
[email protected] (mailto:[email protected]) લોકો આ ઈમેલ પર પોતાના પ્રશ્નો, સમસ્યાઓ, સૂચનો, રજૂઆતો અને વિસ્તાર સંબંધિત કોઈ પણ મુદ્દો મોકલી શકે છે. ધારાસભ્યએ વચન આપ્યું છે કે, તમારા દ્વારા મોકલાયેલા દરેક મુદ્દા પર તેઓ વ્યક્તિગત રીતે અભ્યાસ કરશે અને જે મુદ્દાઓ રાજ્યવ્યાપી અસર કરતા હશે, તેને વિધાનસભામાં ઉઠાવવા પૂરતો પ્રયાસ કરશે.

ગોપાલ ઇટાલિયાનો વીડિયો સંદેશ: “તમારા મુદ્દા મારા માટે મહત્વના છે”

વીડિયો સંદેશમાં ગોપાલ ઇટાલિયાએ કહ્યું, “વિસાવદર, ભેંસાણ અને જૂનાગઢ તાલુકાના તમામ લોકોને મારી વિનંતી છે કે જો તમારી પાસે કોઈ સૂચન, માર્ગદર્શન, મુદ્દો, રજૂઆત કે આંકડાકીય માહિતી હોય તો આવતા ત્રણ દિવસમાં મને મોકલી શકો છો. હું તમારા દ્વારા મોકલાયેલા દરેક મુદ્દા પર અભ્યાસ કરીશ અને ગુજરાતના કરોડો લોકોને લાભ થાય તેવા મુદ્દાઓને વિધાનસભામાં રજૂ કરવા પૂરતો પ્રયત્ન કરીશ.”આ પહેલથી ગોપાલ ઇટાલિયાએ એકવાર ફરી સાબિત કર્યું છે કે, તેઓ જનતાના સાચા પ્રતિનિધિ છે અને લોકોની સમસ્યાઓને પોતાની પ્રાથમિકતા માને છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now