Home International Be Careful Before Booking Air India Flights Are Being Cancelled Every Day

બુકિંગ કરાવતા પહેલાં ધ્યાન રાખજો : રોજે રોજ AIR INDIAની ફ્લાઈટ્સ થઈ રહી છે કેન્સલ

બુકિંગ કરાવતા પહેલાં ધ્યાન રાખજો
Published by: OBS Bureau
Last Updated: Jun 20, 2025, 01:47 PM IST

દેશના વિવિધ એરપોર્ટ્સ પર છેલ્લા કેટલાક દિવસોથી ઊભી થયેલી ટેક્નિકલ અને ઓપરેશનલ સમસ્યાઓને પગલે એર ઈન્ડિયાએ શુક્રવારે 8 ફ્લાઇટ્સ રદ કરી છે. રદ કરવામાં આવેલી ફ્લાઇટ્સમાં 4 આંતરરાષ્ટ્રીય અને 4 ઘરની (ડોમેસ્ટિક) ફ્લાઇટ્સનો સમાવેશ થાય છે. એરલાઇન્સે જણાવ્યું કે, આ નિર્ણય મેન્ટેનન્સ અને ઓપરેશનલ ચિંતાઓને ધ્યાનમાં રાખી લેવામાં આવ્યો છે.

રદ કરાયેલી ડોમેસ્ટિક ફ્લાઇટ્સ:


પુણેથી દિલ્હી – AI874
અમદાવાદથી દિલ્હી – AI456
હૈદરાબાદથી મુંબઈ – AI2872
ચેન્નઈથી મુંબઈ – AI571

રદ કરાયેલી ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ:


દુબઈથી ચેન્નઈ – AI906
દિલ્હીથી મેલબોર્ન – AI308
મેલબોર્નથી દિલ્હી – AI309
દુબઈથી હૈદરાબાદ – AI2204

8 દિવસમાં કુલ 84 ફ્લાઇટ્સ રદ
અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ વિમાન સુરક્ષા અને મેન્ટેનન્સના મુદ્દાઓને કારણે અત્યારસુધીમાં 84 જેટલી ફ્લાઇટ્સ રદ થઈ છે. જેમાંથી મોટાભાગી ફ્લાઇટ્સ ટેક્નિકલ કારણોસર પાછી ફરવી પડી છે અથવા રદ કરાઈ છે.

ગઈકાલે પણ 4 ફ્લાઇટ્સ પર અસર પડી હતી:
દિલ્હીથી વિયેતનામ જતી ફ્લાઇટ AI388 ટેક્નિકલ ખામીને કારણે એન્ટ્રી બાદ પાછી ફેરવી લેવામાં આવી – ફ્લાઇટમાં 130 મુસાફરો હતા

ગુવાહાટીથી ચેન્નઈ જતી ખાનગી એરલાઇનને ઈંધણની અછતના કારણે બેંગલુરુ ઉતારવી પડી – ફ્લાઈટમાં 168 મુસાફરો

દિલ્હીથી લેહ જતી ઇન્ડિગો ફ્લાઇટ 6E 2006 ટેક્નિકલ ખામીના કારણે દિલ્હી પાછી ફરી – 180 યાત્રીઓ ઓનબોર્ડ હતા

સ્પાઇસજેટ SG 2696, હૈદરાબાદથી તિરુપતિ જતી ફ્લાઇટ ટેક-ઓફ પછી 10 મિનિટમાં પાછી ફરી, પાઇલટને પાછળના દરવાજા અંગે એલર્ટ મળ્યું – 80 મુસાફરો હતાં ઓનબોર્ડ

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now