Home Gujarat Bar Council Of Gujarat Election 2026

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી : રાજ્યભરના વકીલોમાં ભારે ઉત્સાહ, 99 ઉમેદવારો મેદાનમાં

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી
Play Video
Published by: OBS Bureau
Last Updated: Mar 06, 2026, 09:19 AM IST

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની પ્રતિષ્ઠિત ચૂંટણી માટે આજે રાજ્યભરમાં વહેલી સવારથી મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. વકીલ આલમ માટે અત્યંત મહત્વની ગણાતી આ ચૂંટણીમાં આ વખતે કુલ 99 ઉમેદવારો મેદાનમાં છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વકીલો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે, જેમાં સુરક્ષા અને પારદર્શિતા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

મહિલા ઉમેદવારો માટે 30% પ્રતિનિધિત્વની જોગવાઈ

આ વખતની ચૂંટણીમાં સૌથી મહત્વની બાબત મહિલા વકીલોનું પ્રતિનિધિત્વ છે. કુલ 23 સભ્યોની પસંદગી માટેની આ પ્રક્રિયામાં ઓછામાં ઓછા 5 મહિલા ઉમેદવારોની પસંદગી ફરજિયાત કરવામાં આવી છે. આ ઉપરાંત, બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા અન્ય 5 મહિલા સભ્યોની કો-ઓપ્શન મારફતે નિમણૂક કરવામાં આવશે, જે મહિલા સશક્તિકરણની દિશામાં મોટું કદમ માનવામાં આવે છે.

સુરત અને અમદાવાદમાં વિશેષ વ્યવસ્થા

  • સુરત: અહીં 11 ઉમેદવારો મેદાનમાં છે અને 8500 જેટલા મતદારો નોંધાયેલા છે. ચૂંટણીમાં પારદર્શિતા જળવાય તે માટે 14 સીસીટીવી કેમેરાની બાજ નજર હેઠળ મતદાન થઈ રહ્યું છે.

  • અમદાવાદ: વકીલોની સુવિધા માટે પ્રથમવાર બે અલગ-અલગ પોલિંગ સ્ટેશન (ગુજરાત હાઇકોર્ટ અને ગુજરાત યુનિવર્સિટીનો અટલ કલામ હોલ) તૈયાર કરવામાં આવ્યા છે.

  • જામનગર અને ધંધુકા: જામનગરમાં 5 ઉમેદવારો માટે ઉત્સાહપૂર્વક મતદાન થઈ રહ્યું છે, જ્યારે ધંધુકા સિવિલ કોર્ટ ખાતે 104 મતદારો શાંતિપૂર્ણ રીતે મતાધિકારનો પ્રયોગ કરી રહ્યા છે.

હાઈટેક પ્રચાર અને કડક સુરક્ષા

ઉમેદવારોએ છેલ્લા કેટલાય દિવસોથી મતદારોને રીઝવવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કર્યો હતો. ત્યારે 6 માર્ચ 2026 ની સવારે 10:00 વાગ્યાથી શરૂ થયેલું મતદાન સાંજે 6:00 વાગ્યા સુધી ચાલશે. મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મતગણતરી હાથ ધરાશે અને ત્યારબાદ પરિણામો જાહેર કરવામાં આવશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now