BAPS Program : બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS) ના પ્રમુખ સ્વામી મહારાજને સંસ્થાના પ્રમુખ તરીકે પદવી મળ્યાને 75 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે આજે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ઈવેન્ટ સેન્ટર ખાતે ‘પ્રમુખ વરણી અમૃત મહોત્સવ’નો ભવ્ય કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. સમગ્ર રિવરફ્રન્ટ વિસ્તારમાં ભાવિકો, સંતો અને શ્રદ્ધાળુઓના વિશાળ સમૂહે આ ઐતિહાસિક પળને સાક્ષી બનવા જઈ રહી છે.
દિવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ
કાર્યક્રમમાં પ્રમુખ સ્વામી મહારાજના જીવનસેવા, માનવકલ્યાણ અને વિશાળ યશસ્વી કાર્યોને યાદ કરાવતો દિવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરાશે. આ કાર્યક્રમમાં પ્રમુખ સ્વામીના પ્રદાનને દર્શાવતા વિશેષ ફ્લોટ્સ સૌના આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બન્યા. ક્ષરવત્સલ સ્વામીએ જણાવ્યું કે, “પ્રમુખ સ્વામી મહારાજને BAPS ના પ્રમુખ તરીકે 75 વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા છે. સંતોના આ અનન્ય વારસાને જાળવી રાખવા અને નવી પેઢીને તેમના દિવ્ય જીવન, સેવા અને સંસ્કાર વિશે જાણ મળે એ માટે આ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.”
500થી વધુ બસોની વ્યવસ્થા
આ વિશાળ કાર્યક્રમમાં આવનજાવનની સગવડ માટે 500થી વધુ બસોની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉપરાંત સમગ્ર આયોજનને સફળ બનાવવા 20 જેટલા સેવા વિભાગો અને અંદાજે 5000 સ્વયંસેવકો તૈનાથ કરવામાં આવ્યા. રિવરફ્રન્ટ વિસ્તારમાં પાર્કિંગ અને ટ્રાફિક નિયંત્રણ માટે પણ સ્વયંસેવકો ખાસ મૂકાયા હતા, જેથી મોટી સંખ્યામાં આવેલા ભાવિકોને કોઈ મુશ્કેલી ન પડે.






