Bank Holiday Tomorrow: જો તમે આવતીકાલે એટલે કે મંગળવાર, 21 એપ્રિલે બેંકને લગતું કોઈ મહત્વનું કામ પતાવવાનું વિચારી રહ્યા છો, તો થોભો! ઘરની બહાર નીકળતા પહેલા એ જાણી લેવું જરૂરી છે કે તમારા શહેરમાં બેંકો ખુલ્લી છે કે બંધ. ગરિયા પૂજા (Gariya Pooja) ના અવસરે કેટલાક રાજ્યોમાં બેંકોમાં રજા રહેશે.
આવતીકાલે બેંક જશો? પહેલા આ હોલિડે લિસ્ટ જોઈ લો!
આવતીકાલે એટલે કે 21 એપ્રિલે દેશના કેટલાક ભાગોમાં બેંક કર્મચારીઓને રજા રહેવાની છે. ત્રિપુરા જેવા રાજ્યોમાં ગરિયા પૂજાનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે, જેના કારણે ત્યાં SBI, PNB, HDFC અને ICICI સહિતની તમામ સરકારી અને ખાનગી બેંકો બંધ રહેશે. જોકે, આ રજા સમગ્ર ભારત માટે નથી, તેથી તમારા રાજ્યની યાદી તપાસવાનું ભૂલશો નહીં.
આ પણ વાંચો: Gold Silver Price Today : સોના-ચાંદીના ભાવમાં થયો મોટો કડાકો, જાણો આજનો લેટેસ્ટ દર
શું છે ગરિયા પૂજા અને ક્યાં છે રજા?
મુખ્યત્વે ત્રિપુરામાં ગરિયા પૂજાના ઉપલક્ષમાં બેંકોમાં રજા રહેશે. આરબીઆઈ (RBI) ના નિયમો અનુસાર, કેટલીક રજાઓ પ્રાદેશિક હોય છે. તેથી જો તમે દિલ્હી, મુંબઈ કે અમદાવાદ જેવા શહેરોમાં છો, તો ત્યાં બેંકો સામાન્ય રીતે કાર્યરત રહેશે.
બેંક બંધ હોવા છતાં તમારા કામ નહીં અટકે
ભલે બેંકની શાખાઓના શટર બંધ હોય, પરંતુ ડિજિટલ ઇન્ડિયાના યુગમાં તમારી પાસે અનેક વિકલ્પો ઉપલબ્ધ છે. તમે NEFT, RTGS અથવા IMPS દ્વારા ઘરે બેઠા પૈસા મોકલી શકો છો. રોકડ ઉપાડવા કે જમા કરવા માટે ATM મશીનો હંમેશની જેમ કાર્યરત રહેશે. નાની-મોટી ચૂકવણી માટે Google Pay અને PhonePe જેવા માધ્યમો ચાલુ રહેશે. બેલેન્સ ચેક કરવા કે અન્ય સુવિધાઓ માટે તમે બેંકની સત્તાવાર એપ્લિકેશનનો ઉપયોગ કરી શકો છો.
આ પણ વાંચો:નોકરી છોડ્યા પછી બાકી પગાર મળ્યો? : આ ભૂલ ન કરતાં નહીં તો પછતાસો
એપ્રિલમાં રજાઓની ભરમાર
એપ્રિલ મહિનો બેંક હોલિડેની દૃષ્ટિએ ઘણો વ્યસ્ત રહ્યો છે. ઈદ, વૈશાખી અને આંબેડકર જયંતિ પછી હવે ગરિયા પૂજાએ પણ બેંકોના કામકાજ પર બ્રેક લગાવી છે. જાણકારોની સલાહ છે કે જો તમારે કોઈ ચેક ક્લિયર કરાવવો હોય કે મોટો ડ્રાફ્ટ બનાવવો હોય, તો રજાઓને ધ્યાનમાં રાખીને તમારું આયોજન અગાઉથી કરી લેવું.




