Home International Bangladesh Sheikh Hasina Sentenced 6 Months Jail Court Contempt Case

બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને 6 મહિનાની જેલની સજા : બળવા પછી પહેલીવાર શેખ હસીના 'દોષિત'

બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને 6 મહિનાની જેલની સજા
Published by: OBS Bureau
Last Updated: Jul 02, 2025, 09:48 AM IST

બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાને અદલતની અવગણના સંબંધિત કેસમાં 6 મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે. ધ ઢાકા ટ્રિબ્યુનના અહેવાલ મુજબ આ ચુકાદો ન્યાયાધીશ મોહમ્મદ ગુલામ મુર્તુઝા મોઝુમદારની અધ્યક્ષતામાં આંતરરાષ્ટ્રીય ક્રાઈમ ટ્રિબ્યુનલ-1ની ત્રણ સભ્યોની બેન્ચ દ્વારા લેવામાં આવ્યો છે.
શેખ હસીના 'દોષિત'?
શેખ હસીનાની સાથે ટ્રિબ્યુનલે ગાયબંધાના ગોવિંદગંજના શકીલ અકંદ બુલબુલને પણ આ જ તિરસ્કારના ચુકાદા હેઠળ બે મહિનાની જેલની સજા ફટકારી હતી. બુલબુલ ઢાકામાં એક રાજકીય વ્યક્તિ છે અને તે બાંગ્લાદેશ છાત્ર લીગ (BCL)સાથે સંકળાયેલા છે, જે અવામી લીગની વિદ્યાર્થી પાંખ છે. શેખ હસીના વિરુદ્ધનો તિરસ્કારનો કેસ ગયા વર્ષે ઓક્ટોબરમાં શકીલ અકંદ બુલબુલ સાથે થયેલા લીક થયેલા ફોન કોલ સાથે જોડાયેલો હતો. તે ઓડિયોમાં, હસીના તરીકે ઓળખાતી એક વ્યક્તિ કથિત રીતે કહેતી સંભળાઈ હતી કે, "મારી વિરુદ્ધ 227 કેસ દાખલ કરવામાં આવ્યા છે, તેથી મને 227 લોકોને મારવાનું લાઇસન્સ મળી ગયું છે."
પક્ષે શું દલીલ કરી હતી?
અહેવાલ મુજબ ફરિયાદ પક્ષે દલીલ કરી હતી કે આ નિવેદન કોર્ટના તિરસ્કાર સમાન છે કારણ કે તે ન્યાયિક પ્રક્રિયાને જોખમમાં મૂકે છે અને દેશમાં થયેલા મોટા બળવા સંબંધિત ચાલી રહેલા ટ્રાયલ્સમાં સામેલ લોકોને ડરાવવાનો પ્રયાસ કરે છે. લગભગ એક વર્ષ પહેલા દેશ છોડીને ભાગી ગયેલા આવામી લીગના નેતા શેખ હસીનાને કોઈ કેસમાં સજા ફટકારવામાં આવી હોય તેવું આ પહેલી વાર બન્યું છે. બાંગ્લાદેશમાં રાષ્ટ્રવ્યાપી વિરોધ પ્રદર્શન અને આવામી લીગ સરકારના પતન પછી શેખ હસીના ઓગસ્ટ 2024માં ભારત આવ્યા હતા. ત્યારથી તેઓ નવી દિલ્હીમાં રહે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
ટ્રમ્પની મોટી વ્યૂહરચના?
ઇરાન-અમેરિકા યુદ્ધમાં નવો વળાંક?
PM મોદીએ સાઉદીના ક્રાઉન પ્રિન્સ સાથે કરી વાત
યુદ્ધ વચ્ચે રાહતના સમાચાર
અબુ ધાબીમાં મિસાઈલ હુમલો
Play Video