Home International Bangladesh Court Did Not Grant Bail To Hindu Saint Chinmay Krishna Das Petition Rejected

હિન્દુ સંતને બાંગ્લાદેશમાં વધુ એક ઝટકો : દાસની જામીન અરજી બાંગ્લાદેશ કોર્ટે ફગાવી

હિન્દુ સંતને બાંગ્લાદેશમાં વધુ એક ઝટકો
Published by: OBS Bureau
Last Updated: Jan 02, 2025, 08:33 AM IST

હિન્દુ સંત ચિન્મય કૃષ્ણ દાસ બ્રહ્મચારીને બાંગ્લાદેશની કોર્ટ તરફથી મોટો ઝટકો મળયો છે. ચિન્મ કૃષ્ણદાસ બ્રહ્મચારીની જામીન અરજીને બાંગ્લાદેશની કોર્ટ દ્વારા ગુરુવારે ફગાવી દેવામાં આવી છે. હવે એવા અહેવાલો છે કે દાસના વકીલો હાઈકોર્ટમાં જવાની તૈયારી કરી રહ્યા છે. ઈસ્કોનના ભૂતપૂર્વ સભ્યને કડક સુરક્ષા વચ્ચે સુનાવણી માટે કોર્ટમાં લાવવામાં આવ્યા હતા.

આ મામલે પબ્લિક પ્રોસિક્યુટર એડવોકેટ મુફિઝુલ હક ભુઈયાએ કહ્યું કે, ચિત્તાગોંગ મેટ્રોપોલિટન સેશન્સ જજ મોહમ્મદ સૈફુલ ઈસ્લામે લગભગ અડધા કલાક સુધી બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ દાસની જામીન અરજી ફગાવી દીધી હતી. આ મામલે દાસના વકીલ અપૂર્વ કુમારનું કહેવું છે કે, હવે જામીન માટે હાઈકોર્ટનો સંપર્ક કરવાની યોજના બનાવવામાં આવી રહી છે.

દાસની ઢાકા પોલીસે 25 નવેમ્બરે રાજદ્રોહના આરોપમાં ધરપકડ કરી હતી.

એક અંગ્રેજી વેબસાઈટ સાથે વાત કરતા અપૂર્વાએ એક દિવસ પહેલા જ માહિતી આપી હતી કે, 'અમે NGB ઓક્યા પરિષદના બેનર હેઠળ ચિટગાંવ આવ્યા છીએ અને ચિન્મયની જામીન માટે કોર્ટમાં જઈશું.' તેણે કહ્યું હતું કે, 'મને ચિન્મય પાસેથી પાવર ઓફ એટર્ની મળી ચૂકી છે. હું સુપ્રીમ કોર્ટ અને ચટગાંવ બાર એસોસિએશનનો સભ્ય છું. આવી સ્થિતિમાં કેસને આગળ વધારવા માટે મારે કોઈ સ્થાનિક વકીલની મંજૂરીની જરૂર નથી.

આ પહેલા પણ હાઈકોર્ટના વરિષ્ઠ વકીલ રવિન્દ્ર ઘોષે આગોતરા જામીન માટે અરજી કરી હતી, જેને ફગાવી દેવામાં આવી હતી. રિપોર્ટ અનુસાર, તેમની પાસે કોર્ટમાં ચિન્મયનો કેસ રજૂ કરવા માટે પાવર ઓફ એટર્ની અને સ્થાનિક વકીલની સીલ નહોતી. 3 ડિસેમ્બર, 2023 ના રોજ, ચિત્તાગોંગ મેટ્રોપોલિટન સેશન્સ જજ સૈફુલ ઇસ્લામે સુનાવણી માટે 2 જાન્યુઆરી નક્કી કરી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
Russian Military Plane Crash
દીપડા પણ જેનાથી ડરે છે! જાણો આ અનોખા પ્રાણી વિશે
અમેરિકા એકલું પડ્યું!
ઇઝરાયલમાં પેલેસ્ટાઈની ગુનેગારોને હવે સીધી મોતની સજા
Play Video
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ