Home Gujarat Banaskantha Lcb Seized Foreign Liquor On Deesa Patan Highway

બનાસકાંઠા LCBની મોટી કાર્યવાહી : ડીસાના બે બુટલેગર સહિત લાખોનો દારૂ કબજે

Banaskantha News
Published by: Viral Patel
Last Updated: May 21, 2026, 12:24 PM IST

Banaskantha News: રાજ્યમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે બનાસકાંઠા લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ એક મોટી સફળતા મેળવી છે. બનાસકાંઠાના ડીસા-પાટણ હાઇવે પર LCBની ટીમે ફિલ્મી ઢબે ધમાકેદાર ઓપરેશન પાર પાડીને વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. પોલીસને ચકમો આપવા માટે ગાડીમાં ખાસ ગુપ્ત ખાના બનાવવામાં આવ્યા હતા, પરંતુ LCBની તીક્ષ્ણ નજરથી બુટલેગરો બચી શક્યા નથી.

આસેડા ગામ નજીક ફિલ્મી ઢબે રેડ

મળતી માહિતી મુજબ, બનાસકાંઠા LCBને ચોક્કસ બાતમી મળી હતી કે ડીસા-પાટણ રોડ પરથી દારૂનો મોટો જથ્થો પસાર થવાનો છે. આ બાતમીના આધારે પોલીસે આસેડા ગામ નજીક વોચ ગોઠવી હતી. શંકાસ્પદ ગાડી આવતા જ પોલીસે તેને અટકાવીને તલાશી લીધી હતી. પ્રથમ દ્રષ્ટિએ ગાડી ખાલી લાગતી હતી, પરંતુ જ્યારે ઝીણવટભરી તપાસ કરવામાં આવી ત્યારે ગાડીની અંદર બનાવેલા ગુપ્ત ખાના મળી આવ્યા હતા. આ ખાનાઓ ખોલતા જ પોલીસ પણ ચોંકી ઉઠી હતી, કારણ કે તેમાં વિદેશી દારૂનો મોટો જથ્થો છુપાવવામાં આવ્યો હતો.

અમદાવાદમાં હવે ડેટા આધારિત ટ્રાફિક મેનેજમેન્ટ : AI અને Google ટેક્નોલોજીથી શહેરના રસ્તાઓ બનશે વધુ સ્માર્ટ

રૂ. ૫.૮૪ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

પોલીસે આ સફળ દરોડા દરમિયાન નીચે મુજબનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જેમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 471 બોટલો, ડીસાના 2 કુખ્યાત બુટલેગરો પોલીસ જાળમાં ફસાયા છે. જેથી ગાડી અને દારૂ મળીને કુલ રૂ. ૫.૮૪ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરાયો

બુટલેગરોમાં ભારે ખળભળાટ

બનાસકાંઠા LCBની આ તાબડતોબ અને સપાટાબંધ કાર્યવાહીને પગલે સરહદી જિલ્લાના બુટલેગરો અને અસામાજિક તત્વોમાં ભારે ખળભળાટ મચી ગયો છે. પોલીસે દારૂના જથ્થા અને ગાડી સાથે ડીસાના બંને બુટલેગરોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને આગળ ક્યાં સપ્લાય કરવાનો હતો, તે દિશામાં પોલીસે આગળની તપાસ તેજ કરી છે.

ડીઝલની અછત અને મોંઘવારી મુદ્દે AAPનું કલેક્ટર કચેરીએ વિરોધ પ્રદર્શન : મુખ્યમંત્રીને મોકલાયું આવેદનપત્ર


joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now