Home Gujarat Banaskantha Bhuvaji Dj Viral Video Geniben Controversy

"એક બાજુ ઠાકોરોનો જમણવાર અને એક બાજુ ગેનીબેનનો..." : ગેનીબેન પર ભડક્યા ભુવાજી! સામે આવ્યા ચોંકાવનારા દ્રશ્યો

"એક બાજુ ઠાકોરોનો જમણવાર અને એક બાજુ ગેનીબેનનો..."
Play Video
Published by: OBS Bureau
Last Updated: Feb 27, 2026, 05:28 AM IST

બનાસકાંઠા જિલ્લમાં DJ મુદ્દે ફરી એકવાર વિવાદ ઊભો થયો છે. ભુવાજી દ્વારા આપવામાં આવેલા સમર્થનનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થયો છે.

ભુવાજીએ ધુણાતાં- ધુણાતાં કહ્યું કે, “DJ વાળાઓનું DJ બંધ રાખું તો માતા ન કહેવાઉં, વીડિયો બનાવવાનું બંધ નહિ રહે. DJ વાળાઓનો ધંધો છે, ભલે ગેની બાઈએ કહી દીધું કે લગ્નમાં DJ બંધ તો લગ્નમાં બંધ રહેશે. પણ હોમેં ચૈતર મહિનાની બીજ અને વૈશાખ મહિનાની પાંચમ આવે છે, એમાં DJ ન વાગે તો હું માતા ન કહેવાઉં ભાઇ."

ભુવાજીએ વધુમાં કહ્યું કે, "સમાજને સામાજ પ્રમાણે રહેવું પડે, પણ હું માતા એમ કહું છું કે એક બાજુ ઠાકોરોનો જમણવાર અને એક બાજુ ગેનીબેનનો જમણવાર તો ગેનીબેન સાત ભોજન જમીને આવે અને ઠાકોરોના છોકરાં લુખું જમીને આવે."

આગળ ભુવજી બોલ્યા, "ફોન કરવો હોય તો કરજો, ગેનીબેનને કે આ જોગણી બોલી એમને જવાબ આપવાની મારી તાકાત છે. બધાની બોલતી બંધ ન કરું તો હું જોગણી ન બોલી ભાઈ."

નોંધનીય છે કે, ભુવાજીનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જોકે, આ વીડિયો ક્યાંનો છે અને ભુવાજી કોણ તેને લઈને હજુ નથી થઈ સ્પષ્ટતા થઈ નથી.

સમાજના નિયમોનું ઉલ્લંઘન કરતાં ગેનીબેન પહોંચ્યા VIP રિસેપ્શનમાં

હારીજમાં પાટણ જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ દશરથ ઠાકોરના પુત્રના લગ્નના રિસેપ્શન પ્રસંગે ઠાકોર સમાજના સામાજિક બંધારણના નિયમોનું સરેખામ ઉલ્લંઘન થયું હતું. જે મામલે વિવાદ સર્જાયો છે. સાંસદ ગેનીબેન ઠાકોરની હાજરી હોવા છતાં VIP રિસેપ્શન અને પ્રતિબંધિત રસમો યોજાઈ હતી, જેને કારણે સમાજના લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now