Home Gujarat Bahucharaji Police Arrest Wanted Accused In Ndps Crime

બહુચરાજી પોલીસે NDPS ગુનામાં વોન્ટેડ આરોપીને દબોચ્યો : છેલ્લા 3 માસથી નાસતો ફરતો હતો આરોપી વિજય ઠાકોર

બહુચરાજી પોલીસે NDPS ગુનામાં વોન્ટેડ આરોપીને દબોચ્યો
Published by: OBS Bureau
Last Updated: Feb 03, 2026, 05:32 AM IST

બહુચરાજી પોલીસે NDPS એક્ટ હેઠળના ગુનામાં છેલ્લા ત્રણ મહિનાથી નાસતો ફરતો વોન્ટેડ આરોપીને ઝડપી લેવા મોટી સફળતા મેળવી છે. આરોપી વિજય ઉર્ફે મોલો ગોવિંદજી ઠાકોર છેલ્લા ત્રણ માસથી પોલીસથી બચતો ફરતો હતો.

NDPS ગુનામાં વોન્ટેડ આરોપીને ઝડપ્યો

પોલીસને મળેલી બાતમીના આધારે બહુચરાજી પોલીસે શંખલપુર અંડરબ્રીજ પાસે આવેલા એક કોમ્પલેક્ષ આસપાસ વોચ ગોઠવી હતી. આ દરમિયાન પોલીસ ટીમે સફળ કાર્યવાહી કરી આરોપી વિજય ઠાકોરને સ્થળ પરથી દબોચી લીધો હતો. આ સમગ્ર કાર્યવાહી PI પી એલ વાઘેલા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી.

કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી

આરોપીની ધરપકડ બાદ તેને પોલીસ મથકે લઈ જઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા આરોપીના અગાઉના ગુનાઓ તેમજ NDPS કેસ સાથે જોડાયેલા અન્ય મુદ્દાઓની પણ તપાસ શરૂ કરવામાં આવી છે. બહુચરાજી પોલીસની આ કાર્યવાહીથી નશીલા પદાર્થોના ગેરકાયદેસર વેપાર સામે કડક સંદેશો આપવામાં આવ્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now