Home Gujarat Rajkot Bageshwar Baba Dhirendra Krishna Shastri Hanumant Katha Rajkot Statement

"...તો ભારતમાં હિન્દુ ઘટ્યાં ન હોત" : રાજકોટમાં બાબા બાગેશ્વરની હનુમંત કથા શરૂ, નિવેદન ચર્ચામાં

ધીરેન્દ્ર શાસ્ત્રી
Play Video
Published by: Chintan Chavda
Last Updated: Jun 06, 2026, 06:42 AM IST

રાજકોટમાં પ્રખ્યાત કથાકાર અને બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની હનુમંત કથાનો ભવ્ય પ્રારંભ થયો છે. કથાના પ્રથમ દિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ વિવિધ ધાર્મિક અને સામાજિક મુદ્દાઓ પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.

કથા દરમિયાન તેમણે પોતાના વિરોધીઓને સંબોધતા જણાવ્યું હતું કે, “વિરોધ કરનારા સજ્જન લોકો છે, તેઓ પોતાનું કાર્ય કરી રહ્યા છે.” જોકે તેમણે આગળ ધર્માંતરણના મુદ્દાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે જો સમાજે ભૂતકાળમાં ધર્માંતરણ સંબંધિત પ્રવૃત્તિઓ સામે વધુ મજબૂત અવાજ ઉઠાવ્યો હોત તો દેશની સ્થિતિ અલગ હોઈ શકી હોત.

આ પણ વાંચો: વડોદરાવાસીઓ માટે મોટી ખુશખબર! : હવે વોટ્સએપ પર જ મળશે પાલિકાની તમામ સેવાઓ, કચેરીઓના ધક્કાથી મળશે મુક્તિ

ધર્માંતરણ મુદ્દે વ્યક્ત કર્યા વિચારો

ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે "વિરોધ કરવા વાળા સજ્જન લોકો છે, અમારો વિરોધ કરે છે તેઓએ ક્યારેક ખલ્લીઉલ્લાહ વાળાનો વિરોધ કર્યો હોય તો ભારતમાં ધર્માંતરણ ન થાત, ચાદર ફાધર વાળા પાસે જતાં હિન્દુઓનો વિરોધ કર્યો હોત તો ભારતમાં હિન્દુ ઘટયાં ન હોત."

રાજકોટમાં વિશાળ ધાર્મિક આયોજન

રાજકોટમાં યોજાયેલી હનુમંત કથાને લઈને શહેર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાંથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે. કાર્યક્રમ માટે વિશાળ આયોજન કરવામાં આવ્યું છે અને સુરક્ષા તેમજ ટ્રાફિક વ્યવસ્થાને લઈને પણ ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

આગામી દિવસોમાં કથા દરમિયાન ધર્મ, સંસ્કૃતિ, આધ્યાત્મિકતા અને સામાજિક મુદ્દાઓ પર વિવિધ પ્રવચનો યોજાનાર છે. આયોજકોના જણાવ્યા અનુસાર હજારો શ્રદ્ધાળુઓ દરરોજ કથામાં હાજરી આપે તેવી સંભાવના છે.

આ પણ વાંચો: પ્રજ્ઞાનંદએ રચ્યો ઇતિહાસ! : બન્યા નોર્વે ચેસ જીતનાર પ્રથમ ભારતીય, કાર્લસનને પાછળ છોડીને જીત્યો ખિતાબ

નિવેદન ચર્ચાનું કેન્દ્ર બન્યું

ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનું વિરોધ અને ધર્માંતરણ મુદ્દે આપેલું નિવેદન હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. તેમના સમર્થકો તેને ધાર્મિક જાગૃતિ સાથે જોડીને જોઈ રહ્યા છે, જ્યારે વિવિધ વર્ગોમાં આ નિવેદન અંગે અલગ-અલગ પ્રતિક્રિયાઓ પણ સામે આવી રહી છે.

જોકે, કાર્યક્રમ દરમિયાન કરાયેલા નિવેદનો તેમના વ્યક્તિગત મંતવ્યો તરીકે જોવામાં આવે છે. આ મુદ્દે કોઈ સત્તાવાર પ્રતિસાદ અથવા વિરોધ પક્ષોની પ્રતિક્રિયા સામે આવી હોય તો તે આગામી દિવસોમાં વધુ સ્પષ્ટ થઈ શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now