Home Gujarat Bad News For Gujaratis Wishing To Go To Kumbh Western Railway Cancels This Train

પશ્ચિમ રેલ્વેની કેટલીક ટ્રેનો પ્રભાવિત : પ્રયાગરાજ જવાની ઈચ્છા રાખનારા ગુજરાતીઓ માટે માઠા સમાચાર; આ ટ્રેનો કરી રદ્દ

પશ્ચિમ રેલ્વેની કેટલીક ટ્રેનો પ્રભાવિત
Published by: OBS Bureau
Last Updated: Feb 22, 2025, 03:38 AM IST

હવે મહાકુંભ પૂર્ણ થવામાં માત્ર 5 દિવસ બાકી છે. શિવરાત્રિના દિવસે શાહી સ્નાન બાદ મહાકુંભ મેળાની પૂર્ણાવતિ થશે. અત્યાર સુધી અનેક ગુજરાતીઓ ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવી ચૂક્યાં છે. પરંતુ છેલ્લી ઘડીએ કુંભ જવા ઈચ્છતા લોકો માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. પશ્ચિમ રેલવેએ ઘણી ટ્રેન રદ્દ કરી છે, જે ટ્રેનનો રૂટ પ્રયાગરાજ તરફનો હતો. પશ્ચિમ રેલવેએ 27 ફેબ્રુઆરી સુધી રદ્દ થનારી ટ્રેનની યાદી પણ આપી છે.

પશ્ચિમ રેલ્વે ની કેટલીક ટ્રેનો પ્રભાવિત

પશ્ચિમ રેલ્વેની કેટલીક ટ્રેનોને અસર થશે, જેની વિગતો નીચે મુજબ છે. જેની વિગતો નીચે મુજબ છે:-


રદ થનારી ટ્રેનો :-

1. 22 થી 26 ફેબ્રુઆરી 2025 સુધી અમદાવાદથી ચાલતી ટ્રેન નંબર 19483 અમદાવાદ-બરૌની એક્સપ્રેસ રદ રહેશે.
2. 24 થી 28 ફેબ્રુઆરી 2025 સુધી બરૌનીથી ચાલતી ટ્રેન નંબર 19484 બરૌની-અમદાવાદ એક્સપ્રેસ રદ રહેશે.
3. 25 ફેબ્રુઆરી 2025 ના રોજ અમદાવાદથી ચાલતી ટ્રેન નંબર 19489 અમદાવાદ-ગોરખપુર એક્સપ્રેસ રદ રહેશે.
4. 26 ફેબ્રુઆરી 2025ના રોજ ગોરખપુરથી ચાલતી ટ્રેન નંબર 19490 ગોરખપુર-અમદાવાદ એક્સપ્રેસ રદ રહેશે.
5. 26 ફેબ્રુઆરી 2025 ના રોજ અમદાવાદથી ચાલતી ટ્રેન નંબર 12947 અમદાવાદ-પટના એક્સપ્રેસ રદ રહેશે.
6. 28 ફેબ્રુઆરી 2025 ના રોજ પટનાથી ચાલતી ટ્રેન નંબર 12948 પટના-અમદાવાદ એક્સપ્રેસ રદ રહેશે.
7. 25 ફેબ્રુઆરી 2025 ના રોજ એકતા નગરથી ચાલતી ટ્રેન નંબર 20903 એકતા નગર-વારાણસી એક્સપ્રેસ રદ રહેશે.
8. 27 ફેબ્રુઆરી 2025 ના રોજ વારાણસી થી ચાલતી ટ્રેન નંબર 20904 વારાણસી-એકતા નગર એક્સપ્રેસ રદ રહેશે.
9. 25 ફેબ્રુઆરી 2025 ના રોજ ભાવનગરથી ચાલતી ટ્રેન નંબર 12941 ભાવનગર-આસનસોલ એક્સપ્રેસ રદ રહેશે.
10. 27 ફેબ્રુઆરી 2025 ના રોજ આસનસોલથી ચાલતી ટ્રેન નંબર 12942 આસનસોલ-ભાવનગર એક્સપ્રેસ રદ રહેશે.

ડાયવર્ટ કરાયેલી ટ્રેન :-
* 26 ફેબ્રુઆરી 2025 ના રોજ, દરભંગાથી ચાલતી ટ્રેન નંબર 15559 તેના નિર્ધારિત માર્ગ વારાણસી-પ્રયાગરાજ-માણિકપુર-બીનાને બદલે ડાયવર્ટ માર્ગ વાયા વારાણસી-લખનૌ-કાનપુર સેન્ટ્રલ-વીરાંગના લક્ષ્મીબાઈ ઝાંસી-બીના ના માર્ગે ચાલશે

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now