Home International Baba Vanga Future Predictions For August 2025 Double Fire Ai Aliens Contact Pvpw

ઓગસ્ટ 2025માં થશે મોટી ઉથલ-પાથલ? : બાબા વેંગાની ડરામણી ભવિષ્યવાણી, જો સાચી પડી તો થશે 'ડબલ ફાયર'!

ઓગસ્ટ 2025માં થશે મોટી ઉથલ-પાથલ?
Published by: OBS Bureau
Last Updated: Aug 05, 2025, 07:57 AM IST

બલ્ગારિયન બાબા વેંગા તેમની રહસ્યમય ભવિષ્યવાણીઓ માટે જાણીતા છે. તેમને 'બાલ્કન્સના નોસ્ટ્રાડેમસ' પણ કહેવામાં આવે છે. તેમનું અવસાન 1996માં થયું હતું, પરંતુ તેમણે કરેલી આગાહીઓ સમયાંતરે ચર્ચામાં રહે છે. તેમના દ્વારા કરવામાં આવેલી બીજી આગાહી પર ચર્ચા શરૂ થઈ છે, જેમાં તેમણે "ડબલ ફાયર" વિશે વાત કરી હતી.


બાબા વેંગાની 'ડબલ ફાયર' ભવિષ્યવાણી શું છે?

લિથુનિયન ન્યૂઝ અનુસાર, બાબા વેંગાએ ઓગસ્ટ 2025માં કહ્યું હતું કે આ સમય દરમિયાન ડબલ ફાયર થશે, એટલે કે, એક આકાશમાંથી અને એક પૃથ્વી પરથી. જેનો અર્થ શું છે, તે હજુ પણ એક રહસ્ય છે પરંતુ કેટલાક લોકો માને છે કે તેનો અર્થ જંગલની આગ છે. કેટલાક લોકો કહી રહ્યા છે કે ગાઢ જંગલોમાં આગ લાગી શકે છે, જ્યારે કેટલાક લોકો કહી રહ્યા છે કે કદાચ જ્વાળામુખી ફાટી નીકળવાની પણ શક્યતા છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે કોઈ ઉલ્કાપિંડ અથવા એસ્ટરોઇડ પૃથ્વી સાથે અથડાઈ શકે છે.


બીજી રહસ્યમય આગાહી “અનિચ્છનીય જ્ઞાન”

બાબા વેંગાની બીજી આગાહીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, 'humanity would come close to knowledge it did not want to have in August' જેનો અર્થ એ છે કે માનવતા ઓગસ્ટમાં તે જ્ઞાનની નજીક આવી જશે જે તે "જાણવા માંગતી ન હતી." આ ઉપરાંત એવી ચેતવણી પણ આપવામાં આવી હતી કે જે એકવાર ખોલવામાં આવ્યું છે તે ફરીથી બંધ કરી શકાતું નથી. આ બાબતો શું છે અને તે શેનાથી સંબંધિત છે તે સ્પષ્ટ નથી. જો કે લોકો માને છે કે તે બાયોટેકનોલોજી અથવા કૃત્રિમ બુદ્ધિ (AI) સાથે સંબંધિત હોઈ શકે છે.


Aliens સાથે સંપર્કની આગાહી

બાબા વેંગાની બીજી આગાહી કહે છે કે "જે હાથ એક છે તેના બે ટુકડા થઈ જશે, અને દરેક પોતાના માર્ગ પર ચાલશે." કેટલાક લોકો આ વાક્યને નાટો અથવા યુરોપિયન યુનિયન જેવા યુનિયનોમાં રાજકીય તણાવનો સંકેત માને છે, જેના પરિણામે કેટલાક સદસ્યો વિભાજીત થઈ શકે છે અથવા પાછા ખેંચી શકે છે. કેટલાક અન્ય માને છે કે તે યુરોપિયન યુનિયનના પશ્ચિમી અને પૂર્વીય બ્લોક વચ્ચે વધતા તણાવનું પ્રતીક હોઈ શકે છે. બીજી તરફ, તેણીએ 2025માં કુદરતી આફતો, યુરોપમાં વસ્તી ઘટાડો અને એલિયન્સ સાથે સંભવિત સંપર્કની શક્યતામાં વધારો થવાની આગાહી પણ કરી હતી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
યુદ્ધ વચ્ચે રાહતના સમાચાર
અબુ ધાબીમાં મિસાઈલ હુમલો
Play Video
ઈરાન-હિઝબુલ્લાહ બાદ હવે યમનની એન્ટ્રી
રશિયાનો મોટો નિર્ણય
ઈરાન-વેનેઝુએલા બાદ હવે ક્યુબાનો વારો?
Play Video