Home Automobile Auto Mobiles Tata Punch And Maruti Breeza Comparision Price Milage

TATA PUNCH કે MARUTI BREEZA કઈ કાર ખરીદવી? : જાણી લો કારની કિંમતથી માઈલેજ સહિતની જાણકારીઓ

TATA PUNCH કે MARUTI BREEZA કઈ કાર ખરીદવી?
Published by: OBS Bureau
Last Updated: Jan 22, 2025, 07:47 PM IST

ભારતીય ઓટો સેકટરમાં એકથી એક ચઢિયાતી કાર લોન્ચ કરવામાં આવે છે. દરેક કારની પોતાની ખાસિયત હોય છે, કોઈને કાર સારી માઈલેજ આપે છે, તે કોઈ કારનું એન્જીન પાવરફુલ હોય છે. તો કોઈ કારની કિંમત પરવડે તેવી હોય છે. આવી જ બે કાર છે, ટાટા પંચ અને મારુતિ સુઝુકીની બ્રીઝા... બંને કાર પેટ્રોલ-સીએનજી વેરિયન્ટમાં મળી રહે છે. મોટાભાગના લોકો અવઢવમાં રહે છે કે ટાટા પંચ ખરીદવી કે મારુતિ સુઝુકી બ્રીઝા... ત્યારે અહીં બંને કારના સ્પેસિફિકેશન પર નજર કરીએ લઈએ તો

TATA PUNCHના ફિચર્સ


ટાટાની આ પંચને NCAPના ગ્લોબલ ક્રેશ ટેસ્ટમાં 5 સ્ટાર રેટિંગ મળ્યા છે. ટાટા પંચમાં 1.2 લીટરનું રેવોટ્રોન એન્જિન છે. આ એન્જીનમાં 6,700 RPMપર 87.8 PSની પાવર જનરેટ કરે છે. 3,150થી 3,350 RPMસુધી 115 RMનો ટોર્ક જનરેટ કરે છે. આ ગાડીમાં 5 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન લાગેલા છે. ટૉપ વેરિયન્ટમાં ઓટોમેટિક ટ્રાન્સમિશનનો વિકલ્પ પણ આવે છે. ટાટા પંચ કારના પેટ્રોલ વેરિયન્ટમાં 20.09 કિમી પ્રતિ લિટરની માઈલેજ આપે છે. તો ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે આ કાર 18.8 કિમી પ્રતિ લિટરની માઈલેજ આપે છે.  આ કાર CNGવેરિયન્ટમાં પણ ઉપલબ્ધ છે. ટાટા પંચ CNGમાં 26.99 કિમી પ્રતિ કિલોની એવરેજ આપે છે.

MARUTI BREEZAના ફીચર્સ


MARUTI SUZUKI બ્રીઝાની એક્સ શોરૂમ કિમત 8.34 લાખ રૂપિયાથી લઈ 14.14 લાખ રૂપિયા સુધીની છે. બ્રીઝા એક હાઈબ્રીડ કાર છે. આ કાર K15C પેટ્રોલ+CNGમાં આવે છે. જેનાથી આ કારને પેટ્રોલ અને સીએનજી મોડમાં ચલાવી શકાય છે. આ કારમાં એન્જિન પેટ્રોલ મોડ પર 6000 RPMઅને 100.6 PSપાવર આપે છે. 4,400 RPMપર 136 NMનો ટોર્ક જનરેટ કરે છે. CNGમોડમાં આ કાર 5,500 RPMપર 87.8 PSનો પાવર અને 4,200 RPM પર 121.5 NMનો પાવર જનરેટ કરે છે. મારુતિ બ્રીઝા CNGમાં 25.51કિમી/પ્રતિ કિલોની એવરેજ આપે છે. મારુતિ સુઝુકી બ્રિઝામાં LXIવેરિયન્ટના અર્બેનો એડિશનમાં રિયર પાર્કિંગ, એક ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ, સ્પીકર્સ ફ્રંટ, ફૉગ લેમ્પ કિટ, બોડીસાઈડ મોલ્ડિંગ અને વ્હીલ આર્ચ ક્લેડિંગ જેવા ફીચર્સ પણ છે. આ કારમાં VXI વેરિયન્ટમાં તમામ ફિચર્સની સાથે સ્પેશિયલ ડેશબોર્ડ ટ્રિમ, મેટલ સિલ ગાર્ડ્સ,રજીસ્ટ્રેશન પ્લેટ ફ્રેમ અને 3Dફલોર મેટ્સ પણ લગાવવામાં આવ્યા છે.

 

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now