Home Automobile Auto Expo 2025 In Future Vinfast Will Launch Smallest Suv In India

AUTO EXPO 2025 : આ સૌથી નાની SUVએ તો વટ પાડી દીધો, ગજબ છે લૂક અને ફિચર્સ

AUTO EXPO 2025
Published by: OBS Bureau
Last Updated: Jan 19, 2025, 04:48 AM IST

વિયેતનામની કાર કંપની વિનફાસ્ટે ઑટો એકસ્પો 2025માં પોતાની નવી મિની ઈલેકટ્રિક SUVરજૂ કરવામાં આવી. આ કારનો પ્રિમિયમ લૂક દિલ જીતી લે તેવો છે.

દેશમાં આયોજિત ગ્લોબલ કાર એકસ્પો- 2025એ કાર લવર્સનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યું છે. આ એકસ્પોમાં જો સૌથી વધારે ચર્ચા કોઈની થઈ રહી હોય તો તે VF3 MINI SUVની છે. જો આ કાર ભારતમાં લોન્ચ થઈ તો દેશની સૌથી નાની SUV કહેવાશે. મીડિયા રિપોર્ટ્સ મુજબ વિનફાસ્ટ કંપની તમિલનાડુમાં પોતાનો પ્લાન્ટ શરૂ કર્યા બાદ ભારતમાં જ આ કારનું નિર્માણ કરી શકે છે. ઈલેકટ્રિક કાર બનાવનાર વિયેતનામની કંપની વિનફાસ્ટ ભારતીય બજારમાં પોતાની ઈલેક્ટ્રિક કાર ઉતારવા માટે આતુર છે. SUV સેગમેન્ટમાં VF3 સૌથી નાની કાર હશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. માઈક્રો એસયુવી અને ઈલેકટ્રિક હોવાથી આ કાર ભારતીય બજારમાં હિટ રહી શકે છે.

 
VF3 MINI SUVની ખાસિયતો


VF3 MINI SUVની લંબાઈ 3,190 મિમીની છે, અને તેનો વ્હીલબેઝ 2,075 મિમીનો છે. આ કારણથી કાર કોમ્પેક્ટ બને છે. ડિઝાઈન ખૂબ જ આકર્ષક છે જે SUVની કેટેગરીમાં ફિટ બેસે છે. એન્જિનમાં ઈલેકટ્રિક મોટર છે, જે 43.5 હોર્સપાવર અને 110 nmનો ટોર્ક પાવર જનેરટ કરે છે. આ સાથે 18.64 kwhની લિથિયમ-આર્યન બેટરી છે. એક વખતના ચાર્જમાં અંદાજિત 210 કિલોમીટરની એવરેજ મળી રહેશે.

 
VF3 MINI SUVના ફિચર્સ


વિનફાસ્ટ કંપનીની મિની એસયુવીમાં ગ્રાઉન્ડ ક્લિયરન્સ 190 mmનો છે. મતલબ કે ભારતના રસ્તાઓ પ્રમાણે યોગ્ય છે. આ કારનું ઈન્ટિરિયર સિમ્પલ છે જેમાં એક મોટી ટચસ્ક્રીન ડિસ્પલે છે, જે મોટાભાગના ફંકશનોને કંટ્રોલ કરે છે.  આ સિવાય ચારે તરફ સ્ટોરેજ સ્પેસ પણ સારો છે. જો કે બૂટસ્પેસ નાનો છે. આ કારમાં પાછળની સીટ કમ્ફર્ટેબેલ છે, જેનાથી કારમાં બેસનારને શાનદાર અનુભવ થાય.

 
વિનફાસ્ટ કંપનીની ભારતમાં આવવાની તૈયારી

વિનફાસ્ટ પહેલા પોતાની મોટી પ્રીમિયમ કારને ભારતમાં લોન્ચ કરશે.  ભારતમાં પ્લાન્ટ શરૂ થયા બાદ કોમ્પેક્ટ અને પ્રાઈઝ ફ્રેન્ડલી એસયુવી બજારમાં લોન્ચ થઈ શકે છે. હાલ તો ઑટો એકસ્પો-2025માં વિનફાસ્ટની VF3 MINI SUVનો જ વટ જોવા મળી રહ્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now