Home Sports Aus Vs Eng Harry Brook Creates Two Records And Becomes The Only Batsman In The World

AUS vs ENG; Harry Brook એ Adam Gilchrist નો રેકોર્ડ તોડ્યો! : માત્ર 42 રનમાં રચ્યા બે દમદાર રેકોર્ડ અને બન્યો વિશ્વનો એકમાત્ર બેટ્સમેન

AUS vs ENG; Harry Brook એ Adam Gilchrist નો રેકોર્ડ તોડ્યો!
Published by: OBS Bureau
Last Updated: Dec 26, 2025, 09:11 AM IST

Harry Brook record in Test: ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડની એશિઝ ટેસ્ટ સીરિઝની ચોથી મેચમાં ઈંગ્લેન્ડના બેટ્સમેન હેરી બ્રૂકે ઈતિહાસ રચ્યો છે. ઈંગ્લેન્ડની ઈનિંગ દરમિયાન તે 34 બોલમાં 41 રન બનાવીને આઉટ થયો હતો. હેરી બ્રૂકે પોતાની 41 રનની ઈનિંગ સાથે ઈતિહાસ રચ્યો. હેરી બ્રૂકે ટેસ્ટ ક્રિકેટમાં 3000 રન પૂરા કર્યા. તે સૌથી ઓછા બોલનો સામનો કરીને 3000 ટેસ્ટ રન પૂરા કરનાર બેટ્સમેન બન્યો. હેરી બ્રૂકે 3500 કરતા ઓછા બોલનો સામનો કરીને 3000 ટેસ્ટ રન પૂરા કરનાર વિશ્વનો એકમાત્ર બેટ્સમેન છે.

3000 ટેસ્ટ રન પૂરા કરવા માટે સૌથી ઓછા બોલ

  • 3468 બોલ - હેરી બ્રૂક

  • 3610 બોલ - એડમ ગિલક્રિસ્ટ

  • 4047 બોલ - ડેવિડ વોર્નર

  • 4095 બોલ - ઋષભ પંત

  • 4129 બોલ - વીરેન્દ્ર સેહવાગ

ઇનિંગ્સના આધારે સૌથી ઝડપી 3000 રન ક્યાં ખેલાડીના નામે છે?

આ ઉપરાંત, હેરી બ્રૂક ઇનિંગ્સની દ્રષ્ટિએ ટેસ્ટમાં સૌથી ઝડપી 3000 રન બનાવનાર ઇંગ્લેન્ડનો બીજો બેટ્સમેન છે. બ્રૂકે 57 ઇનિંગ્સમાં 3000 ટેસ્ટ રન પૂરા કરવામાં સફળતા મેળવી છે. હર્બર્ટ સટક્લિફ ઇંગ્લેન્ડ માટે ઇનિંગ્સની દ્રષ્ટિએ ટેસ્ટમાં 3000 રન બનાવનાર સૌથી ઝડપી બેટ્સમેન હતા. હર્બર્ટ સટક્લિફે 52 ઇનિંગ્સમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી. ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી 3000 રન બનાવવાનો રેકોર્ડ ડોન બ્રેડમેનના નામે છે. સર ડોન બ્રેડમેને 33 ઇનિંગ્સમાં ટેસ્ટ ક્રિકેટમાં 3000 રન પૂરા કર્યા હતા.

હેરી બ્રૂકે બન્યો સાતમો ઈંગ્લેન્ડનો ખેલાડી

હેરી બ્રૂકે ટેસ્ટ ક્રિકેટમાં 50 છગ્ગા ફટકારવાની સિદ્ધિ પણ હાંસલ કરી. તે આવું કરનાર સાતમો ઈંગ્લેન્ડનો ખેલાડી બન્યો. તેના પહેલા બેન સ્ટોક્સ, કેવિન પીટરસન, એન્ડ્રુ ફ્લિન્ટોફ, ઇયાન બોથમ, જોની બેયરસ્ટો અને સ્ટુઅર્ટ બ્રોડ ટેસ્ટ ક્રિકેટમાં 50 થી વધુ છગ્ગા ફટકારી ચૂક્યા છે. ટેસ્ટ મેચની વાત કરીએ તો, ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ઇનિંગમાં 152 રન બનાવ્યા હતા, જ્યારે ઇંગ્લેન્ડ 110 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. પ્રથમ ઇનિંગના આધારે ઓસ્ટ્રેલિયા પાસે 42 રનની લીડ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now