પાકિસ્તાનમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા બળવાના અફવાઓએ ફરી એકવાર તીવ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. મીડિયામાં અને સોશિયલ મીડિયા પર એવી ચર્ચાઓ ચાલી રહી છે કે પાકિસ્તાની આર્મી ચીફ ફિલ્ડ માર્શલ અસીમ મુનીર હાલના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીની પદવી પર નજર રાખી રહ્યા છે. જોકે, આ દાવાઓ વચ્ચે પાકિસ્તાનના ગૃહમંત્રી મોહસીન નકવીએ આ અહેવાલોને સંપૂર્ણપણે નકારી કાઢ્યા છે.
સરકારનો સ્પષ્ટ ઈનકાર: કોઈ રાજીનામું નહીં, કોઈ પદલાલચ નહીં
મીડિયા રિપોર્ટ્સ અનુસાર મુજબ, નકવીએ પોતાની X (પૂર્વે Twitter) એકાઉન્ટ પર લખ્યું કે,
"અમે જાણીએ છીએ કે રાષ્ટ્રપતિ ઝરદારી, વડા પ્રધાન શાહબાઝ શરીફ અને આર્મી ચીફ અસીમ મુનીર સામે ચાલતા દૂષિત અભિયાન પાછળ કોણ છે. કોઈએ રાષ્ટ્રપતિને રાજીનામું આપવા કહ્યું નથી અને ન તો આર્મી ચીફ રાષ્ટ્રપતિ બનવા માંગે છે."
ભારતમાં પાકિસ્તાની નેતાઓના X એકાઉન્ટ પ્રતિબંધિત હોવાના કારણે, આ પોસ્ટ ભારતીય વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ નથી.
બળવાના અફવાઓના મૂળમાં શું છે?
પાકિસ્તાનના પ્રખ્યાત ઓપરેશન સિંદૂર બાદ મળેલી હારને પગલે, અસીમ મુનીરને ફિલ્ડ માર્શલ તરીકે પ્રમોશન મળ્યું હતું. તેઓ દેશના માત્ર બીજા ફિલ્ડ માર્શલ છે. તેમનું પદ ઊંચું થતાં, તેમના દખલાધિકાર અને પ્રભાવ વધુ વધ્યો હોવાની અફવાઓ શરૂ થઈ હતી. સમાચારોમાં એવું દાવો કરવામાં આવતું હતું કે તેઓ સરકારના નિર્ણયો પર પણ અસર કરે છે અને રાષ્ટ્રપતિ બનવા ઇચ્છે છે.
હાલ સરકારે આ દાવાઓને "અફવા" તરીકે ગણાવ્યાં છે અને રાજકીય અસ્થિરતાને દૂર કરવાનો પ્રયાસ કર્યો છે.
અસીમ મુનીરનું વિવાદાસ્પદ ઇતિહાસ
અસીમ મુનીર પહેલેથી જ વિવાદાસ્પદ નિવેદનો અને ભારત વિરુદ્ધ તીખી ભાષા માટે ચર્ચામાં રહ્યાં છે. 2022માં આર્મી ચીફ તરીકે નિમાયેલા મુનીરનો કાર્યકાળ હાલ પાંચ વર્ષ માટે લંબાવવામાં આવ્યો છે. તેમણે ઓપરેશન સિંદૂર દરમિયાન ભારત વિશે અનેક ખોટા દાવાઓ કર્યા હતા, જેના કારણે તેઓ ભારત અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ વિવાદમાં આવ્યાં હતા.
પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં વિરોધ વધુ ઉગ્ર: JAAC નેતા નો પાકિસ્તાની સેનાને લઈને ગંભીર આક્ષેપ






