Home Entertainment Asha Bhosle Granddaughter Janai Mohammed Siraj Emotional Moment

આશા ભોંસલેની પૌત્રી ટીમ ઇન્ડિયાના ક્રિકેટરને ભેટીને કેમ રડી પડી? : ઝનાઇ અને મહોમ્મદ સિરાજ વચ્ચે એવો તો શું છે ખાસ સંબંધ?

જનાઈ ભોંસલે દાદી આશા ભોંસલેના અંતિમ સંસ્કાર દરમિયાન રડતી જોવા મળી
Published by: Viral Patel
Last Updated: Apr 13, 2026, 01:50 PM IST

Asha Bhosle passes away: સંગીત જગતના દિગ્ગજ ગાયિકા અને કરોડો લોકોના હૃદય પર રાજ કરનાર આશા ભોંસલેના નિધનથી સમગ્ર દેશ શોકમાં ગરકાવ થઈ ગયો છે. તેમની વિદાયથી સંગીતની એક યુગનો અંત આવ્યો છે. આ દુઃખદ સમયે પરિવાર પર આભ તૂટી પડ્યું છે, પરંતુ આશા ભોંસલેની પૌત્રી જનાઈ ભોંસલે માટે આ આઘાત સૌથી મોટો છે.

દાદી અને પૌત્રી વચ્ચેનો અતૂટ સંબંધ

જનાઈ ભોંસલે માત્ર આશાજીની પૌત્રી જ નહીં, પરંતુ તેમની સૌથી નજીકની મિત્ર અને સાથીદાર પણ હતી. આશા ભોંસલે અને જનાઈ વચ્ચેનો સંબંધ અત્યંત ભાવનાત્મક અને ગાઢ હતો. તેઓ એકબીજાના સુખ-દુઃખના સાથી હતા અને ઘણીવાર જાહેર કાર્યક્રમો કે સામાજિક પ્રસંગોએ સાથે જોવા મળતા હતા. જનાઈ માટે આશાજી માત્ર તેમના દાદી નહોતા, પણ એક માર્ગદર્શક પણ હતા, જેમના ગયા પછી તેમની દુનિયા જાણે ખાલી થઈ ગઈ છે.

આ પણ વાંચો: ખેડૂતો માટે ચિંતાજનક સંકેત : ચોમાસા પર મોટો ખતરો: આ કારણે વરસાદ ઓછો પડશે, જાણો હવામાનની સૌથી ખતરનાક આગાહી

અંતિમ વિદાય વખતે છલકાયા આંસુ

પોતાની પ્રિય દાદીને અંતિમ વિદાય આપતી વખતે જનાઈ ભોંસલે સંપૂર્ણપણે ભાંગી પડી હતી. આશાજીના પાર્થિવ દેહને જોઈને જનાઈ પોતાના આંસુ રોકી શકી નહોતી. શોકની આ ઘડીમાં જ્યારે આખું પરિવાર દુઃખમાં ગરકાવ હતું, ત્યારે જનાઈની સ્થિતિ સૌથી વધુ ભાવુક કરી દેનારી હતી.

મોહમ્મદ સિરાઝ અને જનાઈ વચ્ચેનો ખાસ સંબંધ

આ દુઃખદ પ્રસંગે ટીમ ઇન્ડિયાના સ્ટાર ક્રિકેટર મોહમ્મદ સિરાઝ પણ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા. સિરાઝ અને જનાઈ ભોંસલે વચ્ચે ગાઢ મિત્રતાનો સંબંધ છે. સિરાઝે જનાઈને આ મુશ્કેલ સમયમાં સાંત્વના આપી હતી. જ્યારે જનાઈ દાદીના નિધનના આઘાતમાં રડી પડી, ત્યારે ક્રિકેટર મોહમ્મદ સિરાઝે એક મિત્ર તરીકે તેમને સંભાળ્યા અને હિંમત આપી હતી.

આ પણ વાંચો: અમદાવાદના 'ઢોંસાનું ખીરું' કેસમાં હવે માતાને લઈ ગઈ પોલીસ : ગણતરીના કલાકોમાં ઉચકાશે રહસ્યો પરથી પડદો

સિરાઝની આ સહાનુભૂતિ અને સપોર્ટ સોશિયલ મીડિયા પર લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે. ચાહકો પણ આ બંનેની મિત્રતાની પ્રશંસા કરી રહ્યા છે કે કેવી રીતે મુશ્કેલ સમયમાં મિત્રો એકબીજાની પડખે ઊભા રહે છે. આશા ભોંસલે ભલે આજે આપણી વચ્ચે નથી, પરંતુ તેમના ગીતો અને તેમની યાદો હંમેશા અમર રહેશે. આ મુશ્કેલ સમયમાં અમે જનાઈ ભોંસલે અને સમગ્ર પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ છીએ.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now