Home International Arvind Kejriwal Gets Notice From Election Commission Over Yamuna Water Dispute

પાણીમાં ઝેરના આક્ષેપ કેજરીવાલને ભારે પડ્યાં : ECએ માગ્યા આરોપ પર પાંચ સવાલના જવાબ

પાણીમાં ઝેરના આક્ષેપ કેજરીવાલને ભારે પડ્યાં
Published by: OBS Bureau
Last Updated: Jan 30, 2025, 08:50 AM IST

દિલ્લીની ચૂંટણી દરમિયાન આક્ષેપ પ્રતિઆક્ષેપ વચ્ચે હવે યમુના નદીના જળ અંગે વિવાદ વધુ વકર્યો છે. અરવિંદ કેજરીવાલનું એક વિવાદિત નિવેદન અને હવે ફસાયા. અરવિંદ કેજરીવાલે અગાઉ કહ્યું હતું કે હરિયાણા સરકાર યમુનાના પાણીમાં ઝેર ભેળવીને દિલ્લીમાં મોકલે છે. ચૂંટણી પંચે આવતીકાલ સુધીમાં અરવિંદ કેજરીવાલ પાસેથી અનેક સવાલોના જવાબ માગ્યા છે.

ચૂંટણી પંચે અરવિંદ કેજરીવાલને જવાબ આપ્યો છે. આ જવાબમાં ચૂંટણી પંચે કહ્યું છે કે એમોનિયાના વધેલી માત્રા અને યમુનાના ઝેરના ગંભીર આરોપને ભેગા ના કરો. જો આવતીકાલે સવારે 11 વાગ્યા સુધીમાં કેજરીવાલ તરફથી કોઈ જવાબ નહીં મળે તો ચૂંટણી પંચ નિર્ણય લેશે.

ઝેરી પાણીના આરોપ પર ECએ કરેલા પાંચ પ્રશ્નો

1. હરિયાણા સરકાર દ્વારા યમુનામાં કયા પ્રકારનું ઝેર ભેળવવામાં આવ્યું?
2. મૃત્યુ થઈ શકે તેવા ઝેરની માત્રા, પ્રકૃતિના પુરાવા આપો
3. ઝેર ક્યાં મળ્યું તે લોકેશન જણાવો
4. જળ બોર્ડના કયા એન્જિનિયરને કેવી રીતે અને ક્યાં ઝેર મળ્યું?
5. ઝેરી પાણીને દિલ્હીમાં પ્રવેશતા અટકાવવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો?

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
દીપડા પણ જેનાથી ડરે છે! જાણો આ અનોખા પ્રાણી વિશે
અમેરિકા એકલું પડ્યું!
ઇઝરાયલમાં પેલેસ્ટાઈની ગુનેગારોને હવે સીધી મોતની સજા
Play Video
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ
ઈરાન સામેની જંગમાં નવો વળાંક