Home Sports IPL 2026 Arshdeep Singh Samreen Kaur Viral Video Relationship News

કોણ છે અર્શદીપ સિંહની 'મિસ્ટ્રી ગર્લ'? : આ પંજાબી રૂપસુંદરી સાથે ભારતીય ક્રિકેટરનું ચાલી રહ્યું છે ઈલુ ઈલુ!

અર્શદીપ સિંહ અને સમરીન કૌર
Published by: Viral Patel
Last Updated: Apr 13, 2026, 01:46 PM IST

Arshdeep Singh: ભારતીય ક્રિકેટ ટીમ અને IPLમાં પંજાબ કિંગ્સના મુખ્ય ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ હાલમાં પોતાની રમતની સાથે સાથે પોતાની અંગત જીવન (Personal Life) ને લઈને પણ ચર્ચાના કેન્દ્રમાં છે. સોશિયલ મીડિયા પર અર્શદીપના ડેટિંગ અફવાઓએ જોર પકડ્યું છે, અને આ ચર્ચાના કેન્દ્રમાં છે પંજાબી એક્ટ્રેસ અને મોડલ સમરીન કૌર.

સ્નેપચેટના એક ફોટોથી શરૂ થઈ અફવા

No photo description available.

આ સમગ્ર અફવાની શરૂઆત અર્શદીપ સિંહ દ્વારા શેર કરવામાં આવેલા એક સ્નેપચેટ ફોટોથી થઈ હતી. આ તસવીરમાં અર્શદીપ એક 'મિસ્ટ્રી ગર્લ'નો હાથ પકડીને જોવા મળ્યો હતો, પરંતુ તેણે તે છોકરી કોણ છે તેનો કોઈ ખુલાસો કર્યો નહોતો. જોકે, ફેન્સની બાજ નજર છોકરીના હાથ પર રહેલા ટેટૂ પર ગઈ. ઈન્ટરનેટ યુઝર્સે તરત જ આ ટેટૂની સરખામણી પંજાબી એક્ટ્રેસ સમરીન કૌરના હાથ પરના ટેટૂ સાથે કરી અને દાવો કર્યો કે આ છોકરી સમરીન જ છે.

એરપોર્ટ પરનો વીડિયો થયો વાયરલ

No photo description available.

ત્યારબાદ, હવે એક નવો વીડિયો સામે આવ્યો છે, જેમાં અર્શદીપ અને સમરીન કૌર બંને એરપોર્ટ પર સાથે જોવા મળી રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ ગયો છે. ચાહકો હવે આ વીડિયો પર મજેદાર કોમેન્ટ્સ કરી રહ્યા છે. એક યુઝરે તો વીડિયો પર લખ્યું છે કે, "પકડાઇ ગયો શેર... બંને એકસાથે ખૂબ સારા લાગે છે."

સ્ટેડિયમમાં સમરીનની હાજરી

No photo description available.

એટલું જ નહીં, IPL 2026 દરમિયાન સમરીન કૌરને પંજાબ કિંગ્સની ઘણી મેચોમાં સ્ટેડિયમમાં જોવા મળી છે. તાજેતરમાં જ્યારે પંજાબ કિંગ્સે સનરાઈઝર્સ હૈદરાબાદને હરાવીને સીઝનની ત્રીજી જીત મેળવી હતી, ત્યારે પણ સમરીન સ્ટેડિયમમાં હાજર હતી અને તેણે સોશિયલ મીડિયા પર ફોટો પણ શેર કર્યો હતો. ફેન્સ આ હાજરીને અર્શદીપ સાથેના તેમના ખાસ કનેક્શન તરીકે જોઈ રહ્યા છે.

કોણ છે સમરીન કૌર?

-1-2-3

સમરીન કૌર પંજાબી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો એક ઉભરતો ચહેરો છે. તેણે અનેક મ્યુઝિક વીડિયો અને ફિલ્મોમાં પોતાના અભિનય અને સ્ટાઇલથી પ્રેક્ષકોનું દિલ જીત્યું છે. ખાસ વાત એ છે કે, સમરીન કબીર ખાનની ફિલ્મ '83' માં પણ જોવા મળી હતી, જે 1983ના વર્લ્ડ કપ વિજય પર આધારિત હતી.

શું અર્શદીપ અને સમરીને કંઈ કહ્યું?

-1-2-3-4

જોકે, અર્શદીપ સિંહ અને સમરીન કૌર બંનેમાંથી કોઈએ પણ સોશિયલ મીડિયા પર ચાલી રહેલી આ અટકળો કે રિલેશનશિપની વાતો પર અત્યાર સુધી કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી. ફેન્સ હવે બંને તરફથી કોઈ સ્પષ્ટતાની રાહ જોઈ રહ્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now