January 2026 a bang for the Indian car market: વર્ષ 2026 ની શરૂઆત ભારતીય ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી માટે અત્યંત રોમાંચક રહેવાની છે. જાન્યુઆરી મહિનામાં એક-બે નહીં પણ ઘણી બધી નવી એસયુવી (SUV), ઇલેક્ટ્રિક કાર (EV) અને પ્રીમિયમ સેડાન લોન્ચ થવા જઈ રહી છે. જો તમે નવી કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ મહિનો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે.
જાન્યુઆરીનું પ્રથમ અઠવાડિયું
મહિનાની શરૂઆત જ પ્રીમિયમ કાર્સ સાથે થશે. 2 જાન્યુઆરીએ લોકપ્રિય Kia Seltos Facelift લોન્ચ થવાની છે. ત્યાર પછી, 5 જાન્યુઆરીએ Tata Motors અને Mahindra વચ્ચે કોમ્પિટિશન જોવા મળશે. Tata ની બેસ્ટ સેલિંગ SUV Harrier અને Safari ના નવા વેરિઅન્ટ્સ રજૂ કરશે, જ્યારે મહિન્દ્રા તેની XUV 7XO Facelift (જે અગાઉ 700 તરીકે ઓળખાતી હતી) સાથે લોન્ચ થશે.
ઓટોમોબાઈલ ઇતિહાસનો સૌથી મોટો દિવસ
15 જાન્યુઆરીનો દિવસ કાર પ્રેમીઓ માટે ઉત્સવ સમાન રહેશે. આ દિવસે એકસાથે અનેક દિગ્ગજ કંપનીઓ પોતાની કાર્સ લોન્ચ કરશે:
Tata & Maruti: Tata Punch Facelift અને Maruti e-Vitara (EV) સાથે WagonR Electric ની લાંબી રાહનો અંત આવશે.
Tesla ની એન્ટ્રી: ભારતીય બજારમાં સૌથી વધુ ચર્ચિત Tesla Model 3 પણ આ જ દિવસે લોન્ચ થવાની અપેક્ષા છે.
Mahindra & Others: મહિન્દ્રા તેની ઇલેક્ટ્રિક સિરીઝની BE 07 અને XEV 4e લોન્ચ કરશે. સાથે જ Nissan Gravite, Volkswagen Tera અને Toyota ની નવી 3-Row SUV પણ લોન્ચિંગ લાઇનઅપમાં સામેલ છે.
મહિનાના અંતમાં ઓફ-રોડર્સ અને ઇલેક્ટ્રિકનો ક્રેઝ
જાન્યુઆરીના બીજા અઠવાડિયામાં પણ ઉત્સાહ ઓછો નહીં થાય. 16 જાન્યુઆરીએ મહિન્દ્રા તેનું Global Pik Up મોડલ રજૂ કરશે. 19 જાન્યુઆરીએ સ્કોડા તરફથી Kushaq Facelift અને 20 જાન્યુઆરીએ MG પોતાની પ્રખ્યાત Hector અને Hector Plus ના નવા વેરિઅન્ટ્સ માર્કેટમાં ઉતારશે. મહિનાના અંતે, એટલે કે, 26 જાન્યુઆરીએ બે સૌથી મોટા નામ જોવા મળશે: આઇકોનિક Renault Duster નું નવું મોડલ અને ટાટાની ક્લાસિક સ્ટાઇલ ધરાવતી Tata Sierra EV. વર્ષ 2026 ના પ્રથમ મહિનામાં બજેટ કારથી લઈને લક્ઝરી ઇલેક્ટ્રિક કાર સુધીના અનેક ઓપ્શન ગ્રાહકોને મળશે. આ લોન્ચિંગ લિસ્ટ જોતા લાગે છે કે Tata, Mahindra અને Maruti વચ્ચે કોમ્પિટિશન જોવા મળશે.
નોંધ: આ આર્ટિકલમાં આપવામાં આવેલી તમામ માહિતી, લોન્ચિંગ તારીખો અને મોડલ્સ વિશેની વિગતો એક્સપેક્ટેડ (Expected) એટલે કે સંભવિત છે. કંપનીઓ દ્વારા ઓફિશિયલ જાહેરાત મુજબ આ તારીખો અને વેરિઅન્ટ્સમાં ફેરફાર થઈ શકે છે.





















