Home Tech/Gadgets Apple Watch Saves Injured Person Who Fell 1000 Feet

Apple વોચ ખરીદવાનું વધુ એક કારણ : 1 હજાર ફૂટથી પડતાં વ્યક્તિનો બચાવ્યો જીવ

Apple વોચ ખરીદવાનું વધુ એક કારણ
Published by: OBS Bureau
Last Updated: Jan 27, 2025, 06:53 AM IST

અત્યાર સુધી એવા ઘણા કિસ્સા બની ચુક્યા છે જ્યાં એપલ વોચની મદદથી લોકોનો જીવ બચ્યા હોય. હાલમાં જ અમેરિકાના વોશિંગ્ટનનો એક કિસ્સો સામે આવ્યો, જ્યાં લગભગ 1000 ફૂટની ઊંચાઈએથી પડીને ઘાયલ થયેલા વ્યક્તિનો જીવ એપલ વોચની મદદથી બચાવી શકાયો છે. આ પ્રકારનો આ પહેલો કિસ્સો નથી. તેણે એપલના સીઈઓ ટિમ કૂકના પિતાનો જીવ બચાવવામાં પણ મદદ કરી છે. ચાલો જાણીએ શું છે આ લેટેટ્સ ઘટના.

સ્કીઇંગ કરતો એક વ્યક્તિ થયો હતો ઘાયલ
ગત બુધવારે, વોશિંગ્ટનની પોલીસને એપલ વોચમાંથી કોલ આવ્યો હતો. તે સમયે માત્ર એટલું જ જાણવા મળ્યું હતુ કે સ્કીઇંગ કરી રહેલા એક સ્કીયર લગભગ 1,000 ફૂટ નીચે પડીને ઘાયલ થયો હતો. તેના પગમાં ગંભીર ઈજા થઈ હતી. આ પછી બચાવ અને રાહત ટીમને ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. જ્યારે ટીમ હેલિકોપ્ટર દ્વારા ઘટનાસ્થળે પહોંચી ત્યારે તેમને ખબર પડી કે બે ઘાયલ સ્કીયર ત્યાં છે. આ પછી બંનેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા.

આ રીતે Apple Watchએ જીવ બચાવ્યો
એપલ વોચમાં ફોલ ડિટેક્શન, ક્રેશ ડિટેક્શન અને ઈમરજન્સી SOS ફીચર્સથી સજ્જ છે, જેની મદદથી કોઈ અકસ્માતની સ્થિતિમાં રાહત અને બચાવ એજન્સીઓને એલર્ટ મોકલી શકાય છે. આ કિસ્સામાં પણ એપલ વોચે રેસ્ક્યૂ એજન્સીઓને એલર્ટ મોકલ્યું હતું અને ઘટના સ્થળની પણ જાણકારી આપી હતી, જેથી ઘાયલોને સમયસર બચાવી શકાય.

એપલ વોચે ટિમ કુકના પિતાનો જીવ બચાવ્યો
એપલ વોચે એક વખત ટિમ કુકના પિતાનો પણ જીવ બચાવ્યો હતો. આ માહિતી આપતાં કુકે કહ્યું હતું કે એપલ વોચની ઈમરજન્સી સર્વિસ દ્વારા તેને તેના પિતાના બેભાન થવાની જાણ થઈ હતી અને પછી તે તરત જ ઘરે પહોંચ્યો અને તેના પિતાને હોસ્પિટલ લઈ ગયો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now