Home Tech/Gadgets Vivo X500 Pro Max Leaks 200mp Camera 7000mah

Vivo X500 સિરીઝમાં મળશે LOFIC કેમેરા ટેકનોલોજી! : 7000mAh બેટરી અને 144Hz ડિસ્પ્લે સાથે નવી ફ્લેગશિપ લાઇનઅપ લોન્ચ માટે તૈયાર

Vivo X500 Pro Max
Image Credit: Vivo
Published by: Aryan Shah
Last Updated: Apr 27, 2026, 11:59 AM IST

Vivo : સ્માર્ટફોન માર્કેટમાં પ્રીમિયમ કેમેરા અને હાઇ-એન્ડ ટેકનોલોજી માટે જાણીતી કંપની Vivo ટૂંક સમયમાં તેની નવી ફ્લેગશિપ સિરીઝ, Vivo X500 લોન્ચ કરવા જઈ રહી છે. છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા અને ટેક વેબસાઈટ્સ પર આ સિરીઝને લઈને અનેક લીક્સ સામે આવી રહી છે. રિપોર્ટ્સ અનુસાર, આ વખતે કંપની માત્ર પરફોર્મન્સ જ નહીં, પરંતુ કેમેરા અને બેટરી બેકઅપમાં પણ મોટા ફેરફારો કરવા જઈ રહી છે. ખાસ કરીને આ સિરીઝનું સૌથી મોંઘુ મોડલ 'Vivo X500 Pro Max' ટેક પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

ડિસ્પ્લે અને ડિઝાઇનના વિકલ્પો

લીક્સ મુજબ, Vivo X500 લાઇનઅપમાં ગ્રાહકોને બે અલગ-અલગ ડિસ્પ્લે સાઇઝ જોવા મળી શકે છે. જેમાં એક 6.4 ઇંચનું કોમ્પેક્ટ વેરિઅન્ટ હશે, જ્યારે બીજું 6.9 ઇંચનું મોટું ડિસ્પ્લે ધરાવતું મોડલ હશે. પ્રો મેક્સ મોડલમાં 2K LTPO ફ્લેટ ડિસ્પ્લે આપવામાં આવશે, જે 144Hz ના રિફ્રેશ રેટને સપોર્ટ કરશે. આ હાઇ રિફ્રેશ રેટના કારણે યુઝર્સને ગેમિંગ અને હાઇ-ડેફિનેશન વીડિયો સ્ટ્રીમિંગમાં અત્યંત સ્મૂધ એક્સપિરિયન્સ મળશે.

ક્રાંતિકારી LOFIC કેમેરા ટેકનોલોજી

Vivo X500 Pro Max ના મુખ્ય કેમેરામાં 50mp નો સેન્સર હશે, પરંતુ તેની ખાસિયત તેમાં વપરાયેલી LOFIC (Lateral Overflow Integration Capacitor) ટેકનોલોજી છે. આ ટેકનોલોજી ખાસ કરીને તેજ પ્રકાશમાં ફોટા પાડતી વખતે ઓવરએક્સપોઝરની સમસ્યાને દૂર કરે છે. જ્યારે સેન્સર પર વધુ પ્રકાશ પડે છે, ત્યારે આ ટેકનોલોજી વધારાના ઇલેક્ટ્રોનને અલગ કેપેસિટરમાં ટ્રાન્સફર કરે છે, જેનાથી ફોટામાં ડાયનામિક રેન્જ સુધરે છે અને ખૂબ જ સચોટ ડિટેલ્સ જોવા મળે છે.

200MP પેરિસ્કોપ ટેલિફોટો લેન્સ

કેમેરા સેગમેન્ટમાં સૌથી મોટો ધડાકો 200mp નો પેરિસ્કોપ ટેલિફોટો કેમેરો છે. આ લેન્સની મદદથી યુઝર્સ લાંબા અંતરના ઓબ્જેક્ટ્સને પણ ક્વોલિટી ગુમાવ્યા વગર ક્લિયરલી કેપ્ચર કરી શકશે. લોન્ચ રેન્જ ઝૂમમાં આ સ્માર્ટફોન માર્કેટના અન્ય દિગ્ગજ ફોન્સને ટક્કર આપશે. આ ઉપરાંત, કલર રિપ્રોડક્શન અને વ્હાઇટ બેલેન્સને વધુ સચોટ બનાવવા માટે કંપની મલ્ટિસ્પેક્ટ્રલ સેન્સરનો પણ ઉપયોગ કરી રહી છે. સાથે જ વાઇડ-એંગલ શોટ્સ માટે 50mp નો અલ્ટ્રા-વાઇડ સેન્સર પણ ઉપલબ્ધ હશે.

પાવરફુલ પ્રોસેસર અને વિશાળ બેટરી

પરફોર્મન્સની બાબતમાં પણ કોઈ બાંધછોડ કરવામાં આવી નથી. Vivo X500 Pro Max માં MediaTek Dimensity 9600 Pro ચિપસેટ મળવાની સંભાવના છે, જે મલ્ટીટાસ્કિંગ અને હેવી ગેમિંગને સરળ બનાવશે. સૌથી મહત્વની વાત એ છે કે, આ ફોનમાં 7,000mAh ની જંગી બેટરી આપવામાં આવી શકે છે, જે સામાન્ય વપરાશમાં બે દિવસ સુધી આરામથી ચાલી શકે છે. આટલી મોટી બેટરી હોવા છતાં ફોન સ્લિમ રહે તે માટે નવી બેટરી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું મનાય છે.

સુરક્ષા અને લોન્ચિંગની માહિતી

સુરક્ષા માટે ફોનમાં અત્યાધુનિક ઇન-ડિસ્પ્લે અલ્ટ્રાસોનિક ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવશે, જે સામાન્ય ઓપ્ટિકલ સેન્સર કરતાં ઘણું ઝડપી અને સુરક્ષિત છે. Vivo X500 સિરીઝમાં કુલ ત્રણ મોડલ - Standard, Pro and Pro Max - લોન્ચ થવાની આશા છે. એવી ચર્ચાઓ છે કે, આ સિરીઝ સપ્ટેમ્બર 2026 માં સૌથી પહેલા ચીનમાં લોન્ચ થશે અને ત્યારબાદ ભારત સહિતના અન્ય દેશોમાં તેની એન્ટ્રી થશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now