Home Tech/Gadgets Apple May Have To Pay Hefty Fine For This Mistake 7d355452 3f41 4c1e 9bbe B64fe916bab5

એપલની હાર, જનતાની જીત : iPhone/iPad યૂઝર્સને મળી શકે વળતર, આ ભૂલ બદલ એપલને ચૂકવવો પડી શકે દંડ

એપલની હાર, જનતાની જીત
Published by: OBS Bureau
Last Updated: Jan 04, 2025, 02:30 PM IST

જાણીતી ટેક કંપની એપલ, કે જેના ફોન હાથમાં હોય તો વટ પડી જાય તેવું લોકો માને છે, તેણે એક મોટી ભૂલ કરી છે. જે બદલ તે યૂઝર્સને કરોડોનું વળતર ચૂકવવા જઈ રહ્યું છે. એપલ એક કેસને સેટલ કરવા માટે તેના યૂઝર્સને 95 મિલિયન યૂએસ ડોલર્સ આપવા તૈયાર થયું છે. આ એક કેસમાં એપલ પર આરોપ લગાવવામાં આવ્યો છે કે, તેણે સીરીના માધ્યમથી લોકોની વાતચીત સાંભળી હતી.કંપની હવે આ કેસને આગળ નથી લઈ જવા માંગતી. તે ગ્રાહકોને પૈસા આપીને ક્લેઈમ સેટલ કરવા માંગે છે.

પાંચ વર્ષ પહેલા ઘણા લોકોએ એપલ સામે સંયુક્ત રીતે કેસ કર્યો હતો. આ મામલો પરવાનગી વગર યુઝર્સની વાતચીત સાંભળવાનો હતો. આ ક્લાસ એક્શન મુકદ્દમો હતો અને હવે એપલ તેને ખેંચવાના બદલે સેટલ કરવા માંગે છે. આ માટે તે લગભગ 817 કરોડ રૂપિયા આપવા માટે તૈયાર થઈ ગયું છે.એપલ પર આરોપ હતો કે, તે વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ સીરીના માધ્યમથી પ્રાઈવેસી સાથે રમી રહ્યા હતા. સીરીના માધ્યમથી તે લોકોની પરવાનગી વિના તેમની વાત સાંભળતા હતા.આરોપ તો એવો પણ હતો કે સીરી યુઝર્સની પરવાનગી વિના વાત રેકોર્ડ કરતી અને તેને એડવર્ટાઈઝર સાથે શેર કરવામાં આવતી હતી.

આ એપલ યૂઝર્સને મળશે પૈસા
Apple 17 સપ્ટેમ્બર, 2014 અને ડિસેમ્બર 31, 2024 વચ્ચે ખરીદેલા Appleના Siri સક્ષમ ઉપકરણોના વપરાશકર્તાઓને પૈસા આપી શકે છે. જો આ સમાધાન મંજૂર થાય તો કંપની દરેક યૂઝરને 20 ડોલર્સ આપશે.આ ઉપકરણોમાં iPhones, iPads, Apple Watches, MacBooks, HomePods, iPod touch અને Apple TVનો સમાવેશ થાય છે.એક યૂઝર તેના તમામ ડિવાઈસ માટે આ ક્લેઈમ કરી શકે છે. પ્રતિ યૂઝર 5 ડિવાઈસ માટે ક્લેઈમ કરવાનો ઓપ્શન હશે. જો આ સેટલમેન્ટ લાગૂ પડે છે તો એપલ પ્રભાવિત યૂઝર્સને નોટિસ મોકલશે. અને તેમને વળતર આપશે સાથે જ તેમને ફોન ડીલીટ થઈ જાય તેની ખાતરી આપશે. એપલના આ નિર્ણયને યૂઝર્સની મોટી જીત માનવામાં આવી રહ્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now