Home International Another Disaster Averted Air India Plane Aborts Landing Former Dycm

એક મોટી દુર્ઘટના ટળી : એર ઈન્ડિયાના વિમાનનું લેન્ડિંગ ફેલ, માંડ-માંડ બચ્યા પૂર્વ DyCM

એક મોટી દુર્ઘટના ટળી
Published by: OBS Bureau
Last Updated: Jan 28, 2026, 10:34 AM IST

28 જાન્યુઆરી 2026 એ મહારાષ્ટ્રના DyCM અજિત પવારના પ્લેન ક્રેશ બાદ હવે જયપુરમાં એર ઈન્ડિયાના પ્લેનની લેન્ડિંગ ફેલ થઈ ગઈ હતી. આ ફ્લાઇટમાં પંજાબના પૂર્વ DyCM અને રાજસ્થાનના કોંગ્રેસ પ્રભારી સુખજીન્દર સિંહ રંધાવા પણ સવાર હતા. એર ઈન્ડિયાનું પ્લેન દિલ્હીથી જયપુર થઈ રહ્યું હતું.

બીજા પ્રયત્નમાં થયું સુરક્ષિત લેન્ડિંગ

એર ઈન્ડિયાના પ્લેન AI - 1719 એ બપોરે લગભગ 1:05 વાગ્યે જયપુર એરપોર્ટ પર લેન્ડિંગનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ ફ્લાઇટ જેવી રનવે પર ઉતર્યું તો લેન્ડિંગ ફેલ થઈ ગયું. આની પાછળનું કારણ રન-વે કન્ડિશન કે ટેકનોલોજી ખરાબી કહેવાય છે. પહેલા પ્રયત્નમાં અનસ્ટેબલ અપ્રોચના કારણે વિમાનને લેન્ડ ન કરાવવામાં આવ્યું. પાયલટે રન-વે પર ટચ થતાં જ પ્લેનને ગો-અરાઉન્ડ કરી લીધું હતું. 10 મિનિટ હવામાં ચક્કર લગાવ્યા બાદ બીજા પ્રયત્નમાં સફળ લેન્ડિંગકરાવવામાં આવ્યું હતુ. પ્લેનમાં સવાર સુખવીન્દર સિંહ રંધાવા સુરક્ષિત છે.

ગો-અરાઉન્ડ શું છે?

એરપોર્ટના સૂત્રોના જણાવ્યા અનુસાર, ફ્લાઇટોના સંચાલનમાં આ પ્રકારની સ્થિતિ સંપૂર્ણ પણે સુરક્ષા માપદંડો હેઠળ આવે છે. આવી સ્થિતિમાં પાયલટને કોઈ પણ સ્તર પર લેન્ડિંગ સુરક્ષિત નથી લગતી, તો તે વિમાનને ફરીથી હવામાં લઈ જવાનો નિર્ણય લઈ શકે છે, જને ગો-અરાઉન્ડ કહેવામાં આવે છે.

અમુક કલાકો પહેલા જ અજીત પવારનું પ્લેન ક્રેશ થયું હતું

28 જાન્યુઆરી 2026 ની સવારે અજિત પવાર બારામતી જઈ રહ્યા હતા. તેમનું ચાર્ટર્ડ વિમાન (Learjet 45)નો પૂણેના બારામતી વિસ્તારમાં લેન્ડિંગ દરમિયાન અકસ્માત સર્જાયો હતો. વિમાનમાં કુલ 5 લોકો સવાર હતા, જેમાં અજિત ઓવાર સહિત બે સ્ટાફ સભ્યો, બે પાયલટ અને એક ક્રૂ મેમ્બર સામેલ હતા. દુર્ઘટનામાં પ્લેન રેનવે પર ઉતાર્યું અને મોટો બ્લાસ્ટ થઈ ગયો હતો. જેયથી તમામ 5 લોકોના મોત થયા હતા.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now