Air India flight: અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટના બાદ લોકો હવે પ્લેનમાં બેસવાથી ડરી રહ્યાં છે. ત્યાં એક બાદ એક વિમાનોમાં ખામીઓ સામે આવી રહી છે. છેલ્લા લગભગ 36 કલાકમાં 3 ફ્લાઈટ્સ યુટર્ન લઈને પાછી ફરી છે. જ્યારે 1 ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું. આજે સવારે પણ અમેરિકાથી આવતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ડખો પડતા તેનું કોલકાતા એરપોર્ટ પર ફ્લાઈટનું લેન્ડિંગ કરી મુસાફરોને ઉતારવા પડ્યાં.
ઉલ્લેખનીય છેકે, ભારતમાં હવાઈ મુસાફરીના ક્ષેત્રમાં છેલ્લા 36 કલાક ઉથલપાથલભર્યા રહ્યા. અમદાવાદના દુર્ઘટનાપૂર્વક વિમાને તૂટી પડવાની ઘટના બાદ અત્યાર સુધીમાં ત્રણ વિમાનો યૂટર્ન લઈ પાછા ફર્યાં છે જ્યારે એક ઈમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું છે. તાજેતરમાં, અમેરિકાથી મુંબઈ આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI 180 ને કોલકાતા એરપોર્ટ પર ઉતારવી પડી કારણ કે તેના એન્જિનમાં ટેક્નિકલ ખામી આવી હતી.
કોલકાતામાં ઇમરજન્સી લેન્ડિંગ:
સાન ફ્રાન્સિસ્કોથી મુંબઈ આવતી ફ્લાઈટ AI 180 મંગળવારે મધરાતે લગભગ 12:45 વાગ્યે કોલકાતા એરપોર્ટ પર આવી હતી. વિમાનના ડાબા એન્જિનમાં ખામીના પગલે મુસાફરોને ઉતારવામાં આવ્યાં અને વિમાને મુંબઈ જવાની ઉડાન માટે તાત્કાલિક રોકવામાં આવ્યું. કેપ્ટને મુસાફરોને માહિતી આપી હતી કે આ પગલું "ઉડાણ સુરક્ષા માટે જરૂરી" છે.
સતત ઘટનાઓથી ચિંતામાં મુસાફરો:
આ ઘટનાની પાછળ અમદાવાદ વિમાન દુર્ઘટનાનું ઘાતક પગથિયું પણ એક કારણ માનવામાં આવી રહ્યું છે. 12 જૂને, અમદાવાદથી લંડન જતી ફ્લાઈટ મિનિટોમાં જ દુર્ઘટનાગ્રસ્ત બની હતી અને 270થી વધુ લોકોના મૃત્યુ પામ્યા હતા. ત્યારબાદ, એરલાઈન અધિકારીઓ દ્વારા દરેક વિમાને ખૂબ કડક તકેદારી સાથે તપાસ કરવામાં આવી રહી છે.
પાછી ફરેલી અન્ય ફ્લાઈટ્સ:
રાંચી જતી ફ્લાઈટ – ટેક્નિકલ ખામીના કારણે દિલ્હી પાછી ફરતી આ ફ્લાઈટ પછી નિર્ધારિત સમય પર ફરીથી ઊડાડી.
હોંગકોંગથી દિલ્હી આવતા બોઈંગ 787 – વિમાન હવામાં ટેક્નિકલ ખામીના કારણે હોંગકોંગ પાછું ફર્યું.
બ્રિટિશ ફાઈટર જેટ F-35 – 15 જૂને ઓછી ઈંધણની સ્થિતિમાં કેરળના તિરુવનંતપુરમ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું.
લુફ્તાન્સા ફ્લાઈટ (ફ્રેન્કફર્ટથી હૈદરાબાદ) – બોમ્બ ધમકીને પગલે વિમાને યૂટર્ન લેવું પડ્યું.
હવે વિમાન પર વિશ્વાસ ખોવાઈ રહ્યોઃ
વિમાનોની સતત ટેક્નિકલ ખામીઓ અને યૂટર્નથી મુસાફરોમાં ભય અને અનિશ્ચિતતા ફેલાઈ છે. જોકે એરલાઈન અને ડીજીસીએ દ્વારા ભરોસો આપવામાં આવી રહ્યો છે કે દરેક ઘટનાને ગંભીરતાથી લઈને દર ઉડાન પહેલા પુરી ચકાસણી કરવામાં આવે છે.






