Home Gujarat Amit Shah Spoke While Giving The Gift Of Development Works

'સંકલ્પ લીધો હતો કે જ્યાં પોતાનો જન્મ થયો છે, તે વિસ્તારને...' : વિકાસકાર્યોની ભેટ આપતા પોતના સંસદીય મતવિસ્તારમાં અમિત શાહએ શું કહ્યું?

'સંકલ્પ લીધો હતો કે જ્યાં પોતાનો જન્મ થયો છે, તે વિસ્તારને...'
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jan 13, 2026, 09:54 AM IST

Amit Shah on Gujarat tour : કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આજે પોતાના સંસદીય મતવિસ્તાર ગાંધીનગરની મુલાકાતે આવ્યા છે. આ દરમિયાન તેમણે કરોડો રૂપિયાના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરીને ઉત્તરાયણ પૂર્વે પ્રજાજનોને વિકાસની મહત્વપૂર્ણ ભેટ આપી હતી. ગાંધીનગરમાં યોજાયેલા વિવિધ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.

નવનિર્મિત અદ્યતન રમતગમત સંકુલને ખુલ્લું મૂક્યું

આ પ્રસંગે અમિત શાહ માણસાની આર્ટસ કોલેજ સંકુલ ખાતે આશરે 13 કરોડ રૂપિયાના ખર્ચે નવનિર્મિત અદ્યતન રમતગમત સંકુલને જાહેર જનતા માટે ખુલ્લું મૂક્યું હતું. આ રમતગમત સંકુલથી યુવા ખેલાડીઓને આધુનિક સુવિધાઓ મળશે અને ગ્રામ્ય વિસ્તારના યુવાનોને રમતગમત ક્ષેત્રે આગળ વધવાની નવી તક મળશે તેમ તેમણે જણાવ્યું હતું.

'સંકલ્પ લીધો હતો કે જ્યાં પોતાનો જન્મ થયો છે, તે વિસ્તારને...'

કાર્યક્રમ દરમિયાન અમિત શાહએ સંબોધન કરતા જણાવ્યું હતું કે, તેમણે સંકલ્પ લીધો હતો કે જ્યાં પોતાનો જન્મ થયો છે, તે વિસ્તારને મેડિકલ શિક્ષણની સુવિધા મળશે અને તે માટે મેડિકલ કોલેજ શરૂ કરવામાં આવશે. સાથે જ તેમણે અંબોડ ખાતે બનનારા બેરેજ અંગે વાત કરતાં જણાવ્યું હતું કે બેરેજ બનવાથી આસપાસના વિસ્તારોમાં ખેતી, પાણી સંગ્રહ અને વિકાસને મોટો લાભ થશે.

'...વેક્સિન રિસર્ચ સહિતના અદ્યતન સંશોધન કાર્ય હાથ ધરાશે'

અમિત શાહએ દેશની વૈજ્ઞાનિક પ્રગતિ અંગે વાત કરતાં જણાવ્યું હતું કે, '2014 પછી ભારતની બાયો ઈકોનોમી 166 મિલિયન ડોલરનો આંકડો પાર કરી ચૂકી છે અને બાયો-ટેક ક્ષેત્રમાં સ્ટાર્ટઅપની સંખ્યા 10 હજારને પાર ગઈ છે, જે દેશની નવીનતા અને સંશોધન ક્ષમતાનું ઉત્તમ પ્રતિબિંબ છે'. તેમણે જણાવ્યું હતું કે ' ગુજરાતમાં બની રહેલી ઉચ્ચસ્તરીય લેબ દેશની બીજી અને ગુજરાતની પ્રથમ એવી લેબ હશે'. ગુજરાત સરકાર દ્વારા 362 કરોડ રૂપિયાના ખર્ચે બનાવાઈ રહેલી આ લેબ સ્વસ્થ ભારત માટે મજબૂત કિલ્લા સમાન સાબિત થશે. અહીં વેક્સિન રિસર્ચ સહિતના અદ્યતન સંશોધન કાર્ય હાથ ધરાશે, જેનાથી યુવા પેઢી માટે નવી તકો ઊભી થશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now