Gold Rate Today: સોનાના ભાવમાં ₹1,260નો મોટો ઘટાડો, ચાંદીમાં ₹5,000નો જંગી ઉછાળો; જાણો આજના નવા રેટ


વલસાડ: જિલ્લામાં મોડી રાતથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં વલસાડ શહેરમાં ૩ ઇંચ કરતાં વધુ વરસાદ ખાબકતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. વરસાદના કારણે વલસાડનો વ્યસ્ત ગણાતો મોગરવાડી અંડરપાસ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. સલામતીના ભાગરૂપે આ અંડરપાસને વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે, જેના કારણે સ્થાનિક વાહનચાલકો અને મુસાફરોને લાંબો ફેરો મારીને વૈકલ્પિક રસ્તે જવાની ફરજ પડી રહી છે. ચોમાસાની શરૂઆતમાં જ અંડરપાસ બંધ થતાં સ્થાનિકોમાં વહીવટીતંત્રની પ્રિ-મોન્સૂન કામગીરી સામે રોષ જોવા મળી રહ્યો છે.
ભરૂચ: આલી માતરીયા તળાવ વિસ્તારમાં એક મોટી દુર્ઘટના સામે આવી છે. અહીં નિર્માણાધીન વર્લ્ડ ટ્રેડ સેન્ટર શોપિંગ મોલની વિશાળ કમ્પાઉન્ડ વોલ અચાનક નજીકના રહેણાંક મકાન પર ધસી પડી હતી. આ અકસ્માત સમયે ઘરમાં સૂતેલા એક જ પરિવારના ચાર સભ્યો કાટમાળ નીચે દટાયા હતા, જેમાંથી પિતા-પુત્રનું કરૂણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય બે સભ્યોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે.
ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને સ્થાનિકોએ ભારે જહેમત બાદ તમામને બહાર કાઢ્યા હતા. આ ઘટનાથી વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. સ્થાનિકોએ બિલ્ડરની બેદરકારી સામે ગુનો નોંધી ન્યાયની માંગ કરી છે. હાલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સુરત: શહેરમાં ચોમાસાના પ્રથમ વરસાદે જ મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રિ-મોન્સૂન કામગીરીના દાવાની હવા કાઢી નાખી છે. ઉધના ગામ નજીક મુખ્ય માર્ગ અચાનક બેસી જતાં ત્યાંથી પસાર થઈ રહેલી એક એસટી બસ ફસાઈ ગઈ હતી. રોડ પર મોટો ભુવો પડવાના કારણે વાહનચાલકો માટે ભારે જોખમ ઊભું થયું હતું, જોકે સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આ ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં તંત્ર સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. લોકોએ રોડની નબળી ગુણવત્તા પાછળ કોન્ટ્રાક્ટરની બેદરકારી અને ભ્રષ્ટાચારના આક્ષેપો કરીને જવાબદારો સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરી છે.
અમદાવાદ: ગુજરાતમાં વિલંબથી શરૂ થયેલું ચોમાસું હવે પૂરજોશમાં આગળ વધી રહ્યું છે. દક્ષિણ ગુજરાતના નવસારીમાં ધોધમાર 4 ઇંચ વરસાદ ખાબકતાં નીચાણવાળા વિસ્તારો અને ઘરોમાં પાણી ભરાયાં છે, જ્યારે સાવરકુંડલાની નાવલી નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, જૂન મહિનામાં 80% વરસાદની મોટી ઘટ નોંધાયા બાદ હવે જુલાઈની શરૂઆતમાં જ મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરશે. આગામી 48 કલાકમાં ચોમાસું સમગ્ર ગુજરાતને કવર કરી લેશે. 1 જુલાઈથી વિવિધ જિલ્લાઓમાં ભારે પવન અને વીજળીના કડાકા સાથે ભારેથી અતિભારે વરસાદ પડવાની સત્તાવાર આગાહી કરવામાં આવી છે, જેનાથી નાગરિકોને મોટી રાહત મળશે.




