Home Gujarat Amit Shah Inaugurates Bio Cng And Fertilizer Plant In Agthala

'હું આજે લીસ્ટ આપીને જવાનો છું' : અગથળામાં બાયો-CNG અને ફર્ટિલાઇઝર પ્લાન્ટનું લોકાર્પણ બાદ સભા સંબોધતા બોલ્યા કેન્દ્રીય મંત્રી અમિત શાહ

'હું આજે લીસ્ટ આપીને જવાનો છું'
Published by: OBS Bureau
Last Updated: Dec 06, 2025, 07:41 AM IST

Amit Shah Vav-Tharad tour : દિયોદરના સણાદર ખાતે આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સભા દરમિયાન માનવ મહેરામણ ઉમટ્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે વિવિધ વિકાસ કાર્યોના શિલાન્યાસ અને લોકાર્પણ કાર્યક્રમો પૂર્ણ કર્યા બાદ જનસભાને સંબોધી હતી. તેમના આગમન પહેલા જ સણાદર ખાતે વિશાળ સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ઉત્સાહ, ઉત્સવ અને જનસમર્થનનો માહોલ જોવા મળ્યો હતો.

બાયો-CNG અને ફર્ટિલાઇઝર પ્લાન્ટનું લોકાર્પણ

કેન્દ્રીય મંત્રી અમિત શાહએ અગથળામાં બાયો-CNG અને ફર્ટિલાઇઝર પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું

'આજે બનાસ ડેરી એશિયાની સૌથી મોટી ડેરી છે'

અમિત શાહે સભાને સંબોધન કરતા કહ્યું કે, 'ખેડૂત મિત્રોને મારા રામરામ'. વધુમાં કહ્યું કે, 'મિત્રો આજે બનાસ ડેરી એશિયાની સૌથી મોટી ડેરી છે. તેમાં ગલબાકાકાનો બહુ મોટો રોલ છે. પહેલા વડગામ અને પાલનપુર બે તાલુકાની 8 ગામની 8 મંડળીથી ચાલુ થયેલી આ યાત્રા 24000 કરોડના ટર્નઓવરે પહોંચી છે.

'હું આજે લીસ્ટ આપીને જવાનો છું'

તેમણે વધુમાં કહ્યું કે, 'ગુજરાતની ડેરીઓ અમુલના નેજા હેઠળ દૂધ ભેગુ કરવું અને નફો ભેગો કરી પશુપાલકોને વહેંચ્યો પરંતુ હવે ગાયના છાણમાંથી ગોબર ગેસ બને એને એના પણ પૈસા તમને મળે. હું આજે લીસ્ટ આપીને જવાનો છું કે એટલી વસ્તુનું ઉત્પાદન વધારવાનું છે જેની બહુ માંગ છે'

'આવનાર 5 વર્ષની અંદર તમારી આવક 20 ટકા વધી જશે'

કેન્દ્રીય મંત્રી અમિત શાહે વધુમાં કહ્યું કે, 'હું તમને વિશ્વાસ આપીને જાવ છું કે, આવનાર 5 વર્ષની અંદર તમારી આવક 20 ટકાથી વધુ વધશે'

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
વડોદરા 'કલાનગરી' માંથી બની 'મચ્છરનગરી'
કચ્છની રાજનીતિમાં ચૂંટણી પહેલાં મોટો ઉલટફેર
હે ભગવાન! રાજકોટમાં આવી કરુણાંતિકા
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પ્રોવિઝનલ આન્સર કી જાહેર
પંચમહાલમાં ગુરુ ગોવિંદ યુનિવર્સિટીની ગંભીર બેદરકારી