Home Gujarat Amit Shah Inaugurated Narsinh Mehta Sarovar In Vastrapur

વસ્ત્રાપુરમાં નરસિંહ મહેતા સરોવરનું અમિત શાહએ કર્યું લોકાર્પણ : સાઉથ બોપલમાં ગાર્ડનનું પણ કર્યું ઉદ્ઘાટન, વિકાસ ભેટ

વસ્ત્રાપુરમાં નરસિંહ મહેતા સરોવરનું અમિત શાહએ કર્યું લોકાર્પણ
Play Video
Published by: OBS Bureau
Last Updated: Dec 07, 2025, 09:54 AM IST

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આજે અમદાવાદને વિવિધ વિકાસ કાર્યોની ભેટ આપી રહ્યા છે. તેઓ અમદાવાદ મ્યૂનિસિપલ કોર્પોરેશન દ્વારા હાથ ધરાયેલા કુલ રૂ. 1507 કરોડના વિવિધ પ્રજાલક્ષી વિકાસના પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરી રહ્યાં છે. ત્યારે તેમણે વસ્ત્રાપુરમાં ડેવલપ કરવામાં આવેલ ભક્ત કવિ નરસિંહ મહેતા સરોવરનું લોકાર્પણ કર્યું હતું.

બોપલમાં ઇલેક્ટ્રોથર્મ ગાર્ડનનું ઉદ્ઘાટન કર્યું

અમિત શાહ દ્વારા સાઉથ બોપલમાં ઇલેક્ટ્રોથર્મ ગાર્ડનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. 11 હજાર સ્ક્વેર મીટરમાં PPP મોડલ પર સરખેજ વોર્ડમાં બનાવવામાં આવ્યું છે. ગાર્ડનમાં અલગ અલગ પ્રકારના વૃક્ષો ઉગાડવામાં આવ્યા છે. સિનિયર સિટિઝન્સ માટે પેવેલિયન અને બાળકો માટે પ્લે એરિયાની વ્યવસ્થા કરવામાં આવી છે. અંદાજે 4.50 કરોડના ખર્ચે ગાર્ડન વિકસાવવામાં આવ્યું છે.

શકરી તળાવને શ્રીક્ષેત્ર સરોવર નામ આપ્યું

અમિત શાહ દ્વારા સરખેજ વિસ્તારમાં આવેલા શકરી તળાવનું લોકાર્પણ અને નામાભિધાન કર્યું હતું. સરખેજ ગામમાં આવેલા વર્ષો જૂના પૌરાણિક તળાવનું નામ શ્રીક્ષેત્ર સરોવરનું નામ આપવામાં આવ્યું છે. અમિત શાહ દ્વારા શ્રીક્ષેત્ર તળાવનું નિરીક્ષણ કરવામાં આવ્યું અને સમગ્ર માહિતી વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર પાસેથી મેળવી હતી

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now